માણાવદરમાં વેપારીના ઘરમાંથી પાન, માવા, સોપારી, તમાકુંનો ગેરકાયદે જથ્થો ઝડપાયો

0

માણાવદરમાં પોલીસે મધ્યરાત્રીનાં એક વેપારીનાં ઘરમાં રેડ કરીને રૂ.૧૧.પ૪ લાખથી વધુની કિંમતનો પાન, માવા, સોપારી, તમાકુંનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડયો હતો. માણાવદરનાં પીએસઆઈ આંબલીયા અને સ્ટાફે બહારપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ધનજીભાઈ નકુમનાં ઘરે રેડ કરતા કોઈપણ આધાર પુરાવા વગરનો પાન, માવા, સોપારી, તમાકુંનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ વેપારી તમાકુંના જથ્થાબંધ વેપારી હોય અને હાલ લોકડાઉન સમયે તમાકું સહિતની વસ્તુંઓ ઉપર પ્રતિબંધ હોવા છતા તેમનાં ઘરે ગેરકાયદે રીતે રાખ્યો હતો. પોલીસે તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ ઠેર-ઠેર એક જ ચર્ચા છે કે જયારે ૧મહિનાથી ખાનગીમાં બેફામ કાળાબજાર કરાયા હતા. જેમાં લાખોનો માલ વેંચાઈ ગયો હતો ત્યારે હવે ઘોડા તબેલામાંથી છૂટયા બાદ તાળા મારવાની વાત માત્ર તંત્રના દેખાડા છે. મુખ્યમંત્રી તથા ગૃહવિભાગ હજુપણ પાન, માવા, તમાકુંનાં વેપારીનાં મોબાઈલ બીલ કાઢે તથા સીબીઆઈ પાસે તપાસ કરાવે તો સમગ્ર ગુજરાતને આંટી દે તેવી સનસનીખેજ વિગતો બહાર આવી શકે તેમ છે. તાજેતરમાં જ પોલીસ તથા રેવન્યુ ડિપાર્ટમેન્ટ સામે આક્ષેપો સાથે ઘણા લોકોએ તંત્રને ફરિયાદ કરી છે. ત્યારે આ અંગે તપાસ કરવી જાઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.