જૂનાગઢમાં એમ.જી.રોડને એક મહિના માટે બંધ કરવાના નિર્ણય સામે વેપારીઓનો આક્રોશ

0

જૂનાગઢ શહેરમાં છેલ્લાં ૪ર દિવસથી લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગત સોમવારથી થોડી ઘણી છુટ મળતા અને જૂનાગઢનો ગ્રીનઝોનમાં સમાવેશ થયો હોય તેનાં કારણે વેપાર-ધંધા-રોજગાર માટે વેપારીઓને અને ધંધાર્થીઓને સમય મળ્યો છે અને વેપાર ક્ષેત્ર ધીમે-ધીમે શરૂ થઈ ગયું છે. હજુ તો શરૂઆત છે ત્યાં જ જૂનાગઢ શહેરનાં વેપારીઓને માટે મુસીબતનું એક નવું પડીકું આવી ગયું છે. ડ્રેનેજ પાઈપલાઈન અને પાણીની પાઈપલાઈન ફીટ કરવાની કામગીરી અંતર્ગત ટ્રાફીકની અવરજવર વાળા અને જુદી-જુદી બજારોમાં જ્યાંથી જઈ શકાય છે તેવા મુખ્ય રસ્તા એટલે કે ચિતાખાના ચોક, એમ.જી.રોડને એક મહિનો સુધી સીલ કરી દેવા બાબતનાં નિર્ણય અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં વેપારી વર્તુળમાં આક્રોશ જાવા મળી રહ્યો છે તો બીજી તરફ વેપારીઓને અને આમજનતાની વ્યર્થાને રજુ કરવા અને આ બાબતે તત્કાલ યોગ્ય કરવાની માંગણી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૭નાં કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન સંજયભાઈ કોરડીયાએ જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નરશ્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને એમ.જી.રોડને એક મહિના માટે બંધ રાખવાનું જે જાહેરનામું જારી કરવામાં આવેલ છે ત્યારે આ નિર્ણય બાબતે ફેરવિચારણા કરવાની માંગણી કરવામાં આવી છે. આ પત્રમાં વધુમાં રજુઆત કરતાં સંજય કોરડીયાએ જણાવેલ છે કે વિકાસ કાર્યો માટે હંમેશા ઝખતું જૂનાગઢ દરેક ક્ષેત્રનાં પોઝિટીવ ડેવલપમેન્ટ માટે આવકારે છે. પરંતુ વિકાસના નામે પ્રજાને બાનમાં લેવાનું કાર્ય બંધ થવું જરૂરી છે. છેલ્લાં કેટલાક સમયથી રાજય સરકારના સહયોગથી વિવિધ ક્ષેત્રોમાં જૂનાગઢમાં વિકાસ કામો આગળ ધપી રહ્યાં છે તે આનંદની વાત છે. આ પરિસ્થિતિમાં બહાર પડાયેલ જાહેરનામું જે ચિત્તાખાના ચોકથી કાળવા ચોક સુધીનાં એમજી રોડને એક મહિના સુધી બંધ કરવા માટેનું છે તે થોડું આધાતજનક છે. આ સંદર્ભે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લેવા રજુઆત કરવામાં આવી છે જેમાં દોઢ મહિનાના લોકડાઉન ખુલ્યા બાદ પછી જયારે વેપારીવર્ગ થોડો રાહતના શ્વાસ લઈ રહ્યો હોય ત્યારે કરી એક મહિનો સુધી આ મહત્વનો તેમનો બિઝનેસ બંધ કરવો પડે તે વેપારી વર્ગ માટે થોડો રાહતના શ્વાસ લઈ રહ્યો હોય ત્યારે એક મહિના સુધી આ મહત્વનો તેમનો બિઝનેસ બંધ કરવો પડે તે વેપારી વર્ગ માટે અને સમગ્ર અર્થતંત્ર માટે વસમું પુરવાર થઈ રહયુ છે. સામાન્ય જનતા માટે પણ કાળવા ચોકથી અન્ય વિસ્તારની સાંકળતા રસ્તાઓની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે જે કાર્ય પણ અંદાજે બે મહિનાથી પૂર્ણ થયેલ નથી જે ધુળીયા માર્ગથી પરેશાનીઓ વધતા ટ્રાફિકને કારણે વધી જશે. મંદીના આ સમયે અર્થતંત્રને કે મુખ્ય માર્ગોને લગતાં નિર્ણય માટે પ્રજા કે પ્રજાના પ્રતિનિધિને વિશ્વાસમાં લઈ આવા કાર્ય શરૂ કરાય તો તેના ઉપાયમાં સહયોગ સાધી શકાય. ફકત બે દિવસના સમયમાં આ નિર્ણયની અમલવારી કરવા માટે વેપારીઓ પોતાની વ્યવસ્થા પણ ના કરી શકે તો આવું જાહેરનામું બહાર પાડતા પહેલા જનતાને જાણકારી આપવી પડે. એમ.જી.રોડને એક મહિનામાં ફરી ચાલુ કરવાના આપેલ સમયનો ભરોસો જનતાને નથી. કેમ કે ચોમાસામાં તુટેલા માર્ગોના રિપેરીંગ માટે કરોડોની ગ્રાન્ટનાં કામો મહદઅંશે હજુ પણ લગભગ કામો પૂર્ણ થયેલ નથી. આ કામ પૂર્ણ થયે ફરી ચોમાસું આવી જાય તેમ છે. આ વિકાસ કામનું આયોજન યોગ્ય નથી. તો શું આ ગટરના કામ પુરા થશે ? લોકો ફરી ચાલી શકશે ? નવો રોડ બનાવીને આપણે એક મહિનામાં ફરી ધમધમતો કરવા તંત્ર ખાત્રી આપી શકશે ? જા ખાત્રી પૂર્ણ ના થાય તો જવાબદારી કોની ? તેવો સવાલ ઉઠાવ્યો છે.
આ ઉપરાંત કેન્દ્ર-રાજય સરકારનો રોડ-રસ્તાના કામ શરૂ કરી દેવા માટે ૧પ દિવસ પહેલા જ નિર્ણય આવી ચુકેલ હતો, ત્યારે જ બંધ દુકાનો વખતે આ કામ પણ શરૂ કરી શકાત. પરંતુ અન્ય કામ પણ કોન્ટ્રાકટરોએ શરૂ કરેલ નથી તે દુઃખદ બાબત છે. આ રોડ ઉપર અનેક નાના-મોટા વેપારીઓનાં ધંધા-રોજગાર છે. જેઓ એક લોકડાઉનનો માર સહન કરી માંડ ઉભા થઈ રહ્યાં છે ત્યારે તેમના માટે આ બીજું લોકડાઉન થઈ રહ્યું છે.