મધુરમનાં સુદામા પાર્ક સહિતનાં વિસ્તારમાં સી-ડીવીઝન પોલીસ દ્વારા ચુસ્ત તકેદારીનાં પગલા

0

જૂનાગઢ શહેરનાં મધુરમ વિસ્તારમાં આવેલા પ્રિયંકા પાર્કમાં ગઈકાલે કોરોનાનો એક કેસ બહાર આવતાં તંત્ર દ્વારા તકેદારીનાં પગલા લેવામાં આવી રહયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે તો બીજી તરફ જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાનાં ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અને ગઈકાલે ચેકીંગની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.