કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે રાષ્ટ્રીય લોકડાઉનનાં ૪૭ દિવસ થઈ ગયા છે. સામાન્ય નાગરીકની જમવાની થાળી મોંઘી બનવાનું કારણ જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુંઓનાં ભાવમાં ર૦ ટકા ઉપરાંતનો વધારો થયો છે. આ સ્થિતિમાં ગૃહિણીઓની ઉંઘ હરામ ગઈ છે. કેવી રીતે ઘર ચલાવવું તે પણ તેમનાં માટે પ્રશ્ન થઈ ગયો છે. ગૃહિણીઓનાં ઘરના બજેટ ખોરવાઈ જવા પામ્યા હોવાથી તેની આગામી સમયમાં વ્યાપક અસરો જાવા મળી શકે તેમ છે. લોકડાઉનમાં જીવન જરૂરી ચીજાનાં ટ્રાન્સર્પોર્ટેશનને મુકિત આપવામાં આવી હોવા છતા જે રીતે ભાવ વધારો થતો જાવા મળી રહ્યો છે તે દર્શાવે છે કે, કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો ગ્રાહકોની મજબૂરીનો લાભ લઈને કરવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ પ૦ દિવસથી ઘરે જ છે. રોજેરોજની મજૂરી-સ્વતંત્ર વ્યવસાય કરીને આવક મેળવનારાઓની હાલત કફોડી બની છે અને ત્યારે જ જીવન જરૂરી ચીજાનો ભાવ વધારો અસહ્ય બની રહ્યો છે. ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, સીંગતેલ, મગ, મગની દાળ, ચણાદાળ, સિંગતેલ સહિતની ચીજાનાં ભાવમાં વધારો જાવા મળ્યો છે. જથ્થાબંધ બજારની તુલનાએ છૂટક બજારમાં ભાવમાં ભડકો વધુ છે. સામાન્ય ગ્રાહકોની મજબૂરીનો લાભ પણ લેવાઈ રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં પણ મોંઘવારીની અસર જાવા મળી રહી છે. જથ્થાબંધ ભાવની તુલનાએ છૂટકમાં વેચાતી ચોજાના ભાવમાં ઘણો જ તફાવત જાવા મળે છે. અનાજ-કઠોળનો સટ્ટો રમનારા સ્થાપિત હિતોની ટોળકીએ લોકડાઉનનાં પ્રારંભ સાથે જ અનાજ-કઠોળનાં ભાવ વધારી દઈ મજબુર નાગરિકોને ધોળે દહાડે લૂંટવાનો કારસો રચ્યો હતો. હવે લોકડાઉન ખુલ્યા બાદ ભાવ ઘટવાની વાત છે. આ વર્ષે શેરડીનું ઉત્પાદન વધવા સાથે ખાંડનો ભાવા રૂપિયા ૩પ થી ૩૮ વચ્ચે જ રહ્યો છે. ચાલુ સમયમાં લોકડાઉન વચ્ચે શેરડીનાં ભાવ યથાવત રહેતા ખાંડનાં ભાવમાં વધારો ન નોંધાતા નાગરિકોને રાહત રહેવા પામી છે. લોકડાઉનમાં અનાજ-કઠોળ-ખાદ્યતેલની અછતનો પ્રશ્ન જ સર્જાયો નથી. લોકડાઉન પહેલા તુવેરદાળ રૂ.૬૩નાં ભાવ કિલો મળતી હતી. જે હવે રૂ.૭૮માં વેચાય છે. ગંતુરથી લાલ તુવેરદાળ આવે છે. દેશી તુવેરનું મબલખ ઉત્પાદન થયું છે છતા દેશી તુવેરદાળનો ભાવ રૂ.૭૧ થી રૂ.૮પ છે. શહેરનાં હોલસેલ માર્કેટમાં વટાણા-છોલે(ચણા) મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનાં જલગાંવ, કાઠીયાવાડ તેમજ અમેરિકા-કેનેડાથી વિપુલ પ્રમાણમાં આવે છે. ગત વર્ષે લીલા વટાણાનો કિલોનો ભાવ રૂ.૭૦ હતો જે હવે રૂ.૧૩૦ છે. સુકા વટાણાનો ભાવ રૂ.૪૦ થી વધીને ૮૦ થયો છે. વેપારીનાં જણાવ્યા મુજબ પ્રારંભનાં દિવસોમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવા પાછળ ટ્રાન્સર્પોર્ટેશનનાં ભાવમાં વધારો હતું. જા કે છેલ્લા કેટલાક દિવસથી ટ્રાન્સર્પોર્ટેશનની સમસ્યા હલ થઈ ગઈ હોવાનો સરકારનો દાવો છે ત્યારે ભાવમાં વધારો ચાલુ રહ્યો છે તે સૂચક બાબત ગણાય છે. ચોખામાં પણ ભાવ વધારો થયો છે. ગુજરાત-૧૭નો ભાવ રૂ.૩ર૦૦ થી ૩૬૦૦, લચકારી કોલમ-૩૮૦૦ થી ૪૮૦૦, પરીમલ ૩૦૦૦ થી ૩પ૦૦, બાસમતી-૭૦૦૦ થી ૮૦૦૦ વચ્ચે રમે છે. રાજકોટમાં ચોખા ખંભાત, દહેરાદૂન, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, યુપીમાંથી આવે છે. લોકડાઉનનાં અમલ સાથે જ ખાદ્યતેલનાં પ્રત્યેક ડબ્બા દીઠ રૂ.રપ૦ થી ૪૦૦નો ભાવ વધારો ઠોકી બેસાડવામાં આવ્યો છે. આ વર્ષે ખાદ્યતેલની અછત નથી છતા લોકડાઉનનો ફાયદો ઉઠાવી સ્થાપિત હિતોએ ખેલ પાડયો હોવાની ચર્ચા હોટ બની છે. તેમજ મસાલા બજારમાં મરચા, પાવડર, ધાણા-જીરૂ, હળદર પાવડરમાં પણ ભાવ વધારો થઈ રહયો છે. ઘી-ગોળ, ખાંડમાં ભાવ વધારો થઈ રહયો છે.