જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ શહેર અને તાલુકા બાદ જૂનાગઢ અને માંગરોળ શહેરમાં ૧-૧ કોરોનાનો કેસ પોઝીટીવ મળી આવતા જૂનાગઢ મનપા વોર્ડ નં-૧૩ માં સમાવિષ્ટ વિસ્તાર વ્રજવાટીકા સોસાયટી, પ્રિયંકા પાર્ક-૨, વેસ્ટર્ન પાર્ક ટાઉનશીપ વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં ભેસાણ તાલુકામાં ૨ કેસ પોઝીટીવ નોંઘાયા હતા. બાદમાં જૂનાગઢ જિલ્લા મનપા વિસ્તારમાં ફરી ૧ કેસ પોઝીટીવ નોંધાતા જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૈરભ પારઘી દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ મનપા વિસ્તારમાં વોર્ડ નં-૧૩ માં આવેલ વ્રજવાટીકા સોસાયટી, પ્રિયંકા પાર્ક-૨, વેર્સ્ટન પાર્ક ટાઉનશીપને કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવેલ છે.તેમજ જૂનાગઢ મનપા વિસ્તારના વોર્ડ નં-૧૩ ના સુદામાપાર્ક-૨ પ્રિયંકા પાર્ક-૧, અને ૨, વેર્સ્ટન પાર્ક, વ્રજવાટીકા-૧ અને ૨ બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર થયેલ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંઘ મુકવામાં આવે છે.જેમાં વ્રજવાટિકા સોસાયટી રાજીવભાઈ સોનપાલના મકાન સામે બંધ બ્લોક થી જયેન્દ્રભાઈ ઢુવાના મકાન સુધી – ૮ બ્લોક, વ્રજવાટિકા સોસાયટી (જમણી બાજુ) નરેન્દ્રભાઈ ઢુવાના મકાનથી કિશોરસીંહ ચૌહાણના મકાન સુધી -૧૦ બ્લોક, વ્રજવાટિકા સોસાયટી (ડાબી બાજુ) ભરતભાઈ છાયાના મકાન થી પરબતભાઈ ગઢવીના મકાન-૧૪ બ્લોક,પ્રિંયકા પાર્ક-૨ના કુલ – ૨૫ બ્લોક, પ્રિંયકા પાર્ક-૨ની ડાબી તથા જમણી બાજુના કુલ-૪૧ બ્લોક, વેસ્ટર્ન પાર્ક ટાઉનશીપ-કુલ ૩૦ બ્લોકનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, એન્ટ્રી અને એકઝીટ પોઇંટ થી પસાર થતા તમામ વ્યક્તિ-વાહનોનું રેકર્ડ રહેશે. એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ સીવાય અન્ય કોઈ રસ્તા ઉપરથી વ્યકિત કે વાહનની અવર જવર થઈ શકશે નહિ. ઉકત કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી બહાર નીકળતા કે પસાર થતા તમામ વાહોનોને સેનીટાઈઝ કરાયા બાદ જ તે વિસ્તારમાંથી બહાર નીકળી શકશે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યકિત અંદર જઈ શકશે નહિ તેમજ અહિં વસવાટ કરતા કોઈ પણ વ્યકિત બહાર જઈ શકશે નહિ. જ્યારે બફર ઝોન જાહેર થયેલ વિસ્તારમાં કોવીડ-૧૯ ના સંક્રમણના ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ આવશ્યક ચીજવસ્તુઓ, લોકોની અવરજવર વગેરેના નિયમન માટે જરૂરી નિયંત્રણો લાગૂ કરાયા છે. બફર ઝોનમાં જૂનાગઢ મનપા વોર્ડ-૧૩ માં સમાવીસ્ટ વીસ્તારમાં સુદામા પાર્ક-૨, પ્રિયંકા પાર્ક ૧ અને ૨,વેસ્ટર્ન પાર્ક,વ્રજવાટિકા-૧ અને ૨નો સમાવેશ થાય છે.
આ જાહેરનામાંની જોગવાઈઓ સરકારી ફરજ ઉપરના વ્યકિતઓ- વાહનો અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર દ્રારા ઈસ્યુ કરાયેલ પાસ ધારકોને,આ વિસ્તારમાંથી પસાર થતા માલવાહકોને લાગૂ પડશે નહિ. પરંતુ કન્ટેન્મેન્ટ એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈનફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
માંગરોળમાં આંધ્રપ્રદેશનાં અનંતપુરથી આવેલી જમાતના
૨૩ વ્યક્તિઓ પૈકી માળીયા તાલુકાના શેરીયાખાણ ગામના રહેવાસી ૨૩ વર્ષના એક યુવાનને કોરોના પોઝીટીવ આવતા તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.