જૂનાગઢ જીલ્લામાં આજ તા.૧૧ મે સોમવારથી ૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી શરૂ કરાશે. આ અંગે નોંધણી નિરીક્ષક એલ.જે.સિંધવે જણાવ્યું હતું કે રાજય સરકારે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં આજ તા.૧૧ મેથી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા તેમજ સર્ચ રિપોર્ટની સેવા શરૂ કરવા મંજુરી આપી છે. આવી મંજુરીમાં નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા ગ્રીન ઝોનમાં આવેલી રપ અને ઓરેન્જ ઝોનમાં આવેલી ૮૯ સબ રજીસ્ટ્રાર કચેરીનો સમાવેશ થાય છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં કુલ ૮ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે આજથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે.