તાલાલામાં કેસર કેરીની હરરાજીનો સાંસદ રાજેશ ચુડાસમાનાં હસ્તે પ્રારંભ થયો

0

તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરીની સિઝનનો તાલાલા માર્કેટીંગ યાર્ડમાં સોરઠનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા યાર્ડનાં ચેરમેન કિરીટભાઈ પટેલના હસ્તે જાહેર હરરાજી સાથે શુભારંભ થયો હતો. તાલાલા યાર્ડમાં પ્રથમ દિવસે ૧૦ કિલોગ્રામનાં પપ૦૦ કેસર કેરીના બોકસની આવક થઈ હતી. જેનો એક બોકસનો ભાવ રૂ.રપ૦ થી ૬૦૦માં વેંચાણ થયું
હતું.
સરેરાશ ભાવ એક બોકસનો ભાવ રૂ.૩૭પ રહ્યો હતો. કેસર કેરીની સિઝનની શરૂઆત હોય પ્રથમ દિવસે કાચી કહેવાય તેવી કેરી વધુ આવી હતી પરંતુ ખેડુતોને ઘર આંગણે જ સારી કેરીનો ભાવ રૂ.૬૦૦ ઉપજ્યાં હતાં.