જરૂરીયાતમંદ લોકોને રૂ. પ૦૦૦ની સહાય આપવા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસની માંગણી

0

જૂનાગઢ જીલ્લા સહીત ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે લોકડાઉનનાં ૪૭માં દિવસે ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક પરિસ્થિતી અત્યંત કફોડી બની છે ત્યારે ગુજરાત રાજય સરકાર તાત્કાલીક આવા ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોના એપ્રીલ, મે, જુન, જુલાઈ, ઓગસ્ટ માસ સુધીનાં હાઉસીંગ લોનનાં હપ્તા અને ઘર વપરાશનાં લાઈટ બીલ તથા હાઉસ ટેકસ માફ કરવાની અને આવા જરૂરીયાતમંદ ગરીબ અને મધ્યમ લોકોની મે, જુન, જુલાઈ અને ઓગસ્ટ મહીના સુધી પરીવાર દીઠ સહાય પેટે માસીક રૂ. પ૦૦૦ની રોકડ બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે તેવી માંગણી જીલ્લા કોંગ્રેસ સમીતી જૂનાગઢનાં મહામંત્રી વી.ટી. સીડા અને પ્રમુખ નટુભાઈ પોંકીયાએ રાજયપાલને કરી છે.