જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૪૮ દિવસથી ચાલતી અન્નક્ષેત્ર અને સેવાની કામગીરી

કોરોના વાયરસનાં પગલે જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે જરૂરીયાતમંદોને સહાયભૂત થવાની ઉમદા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૪૮ દિવસથી અન્નક્ષેત્ર અને સેવાની કામગીરી ચાલી રહી છે. દરરોજનાં ૧ર૦૦ જેટલા લોકોને ગુંદી-ગાંઠીયા સહિતની ચીજાનાં ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહેલ છે. આ સેવાકીય કામગીરીમાં તમામ દાતાશ્રીઓનો સહકાર તેમજ ગાંધીગ્રામ વિસ્તારની જનતાનો પણ સંપૂર્ણ સહયોગ રહ્યો છે. તેટલું જ નહીં ગાંધીગ્રામ ગરબી મંડળનાં કાર્યકતાઓ કિશોરભાઈ ચૌહાણ, મેહુલભાઈ કોઠારી, મયુરભાઈ ડેર, ચંદુભાઈ હિંડોચા, પ્રફુલભાઈ શાહ, રાજાભાઈ મોરી, ભાવેશભાઈ મોરી, કેતનભાઈ બામરોટીયા, ફારૂકભાઈ મકવાણા, મહેશભાઈ ભટ્ટ, તુષારભાઈ પંડ્યા, સુરેશભાઈ સંચાણીયા, મજીદભાઈ ચૌહાણ, જીતુભાઈ જયસ્વાલ, હેમેન્દ્રભાઈ ચોલેરા, લક્ષ્મણભાઈ ભુતિયા તેમજ ગાંધીગ્રામ ગરબી મંડળનાં તમામ કાર્યકતાઓ, મિત્રો સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં હોવાનું ગાંધીગ્રામ ગરબી મંડળનાં વિરાભાઈ મોરીની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!