શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા સમાજનાં જરૂરીયાતમંદ લોકોને રાહતકિટનું વિતરણ કરાયું

જરૂરીયાતમંદ લોકોને સહાયભૂત થવાની ભાવના સાથે શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા રાહતકિટનું વિતરણ કરવામાં આવેલ છે. શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં મુંબઈનાં ટ્રસ્ટીઓ તથા પ્રમુખશ્રી તરફથી રાહત કિટનાં વિતરણ માટે દોઢ લાખનું ફંડ આપવામાં આવેલ છે. આ ફંડમાંથી જૂનાગઢ શહેરમાં વસ્તાં ગંગાસ્વરૂપ બહેનો, ત્યકતાબહેનો તેમજ જરૂરીયાતમંદોને કીટ બનાવી અનેડ બહેનોને ઘરે જઈને કિટ અર્પણ કરવામાં આવેલ છે. ૧પ૦ કુટુંબોને કિટ આપવામાં આવી છે. આ સેવાકીય કામગીરીને જૂનાગઢ સંસ્થાનાં ચેરમેન કાર્તિકભાઈ ઉપાધ્યાય (તંત્રી સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક), કન્વીનર કૌશિકભાઈ રાજયગુરૂ (જય ગિરનારી) સાથે અનિલભાઈ દવે, દેવાંગભાઈ ત્રિવેદી, કેતનભાઈ મહેતા, જયેશભાઈ ધારેક વગેરે દ્વારા સેવા આપવામાં આવી છે. ઘઉંનો લોટ પ કિલો, ચોખા ૧ કિલો, ખાંડ ૧ કિલો, મગદાળ પ૦૦ ગ્રામ, કપાસીયા તેલ ૧ કિલો, નિમક ૧ કિલો, ચા ભુકી રપ૦ ગ્રામ, મરચું પાવડર ર૦૦ ગ્રામ, ધાણાજીરૂ ર૦૦ ગ્રામ, ચણાદાળ ૧ કિલો, તુવેરદાળ ૧ કિલો, હળદર ર૦૦ ગ્રામ સહિતની કિટનું વિતરણ થઈ રહ્યું છે અને બીજા તબક્કામાં આ કામગીરી હાથ ધરી ૭પ થી ૮૦ કિટનું વિતરણ કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!