Sunday, January 24

વેરાવળ કોવીડ-૧૯ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતી બે નર્સના અનુભવની કહાની

નર્સ એટલે સેવા અને સારવારનું સાચું સરનામું.૧૨ મે એટલે નર્સ ડે, ૧૨ મે ૧૮૨૦ ના રોજ જન્મેલ ફલોરેન્સુ નામની મહિલાએ નર્સીગ સ્ટાફની સેવાને આધુનિક અને વૈજ્ઞાનીક તાલીમ સાથે જોડવા કરેલ અનેક કાર્યો થકી ધ લેડી વિથ ધ લેમ્પ તરીકે ખ્યાતિ પામી હતી. ફલોરેન્સરે નર્સીંગ ક્ષેત્રમાં આધુનીક નર્સીંગ સેવાનો પાયો નાંખ્યો હતો. જે આજે સમગ્ર વિશ્વને મહત્વ સમજાવવાની સાથે કદર થઇ રહી છે. હાલ કોરોના મહામારીના સમયમાં નર્સની સેવાનું મહત્વ લોકો અને સમાજ નજીકથી જાણી અને અનુભવી શકયા છે. જેથી કોરોના સામેની લડાઇમાં પોતાની જાનના જોખમે દર્દીઓની સેવા કરી રહેલ નર્સને ફ્રન્ટ લાઇનના સૈનીક તરીકે ઓખળ અપાઇ છે. ત્યારે વર્તમાન સમયમાં એક સંયોગ કહો કે બીજુ કંઇ. વૈશ્વીક સંસ્થા
ડબલ્યુ .એચ.ઓ.એ વર્ષ ૨૦૧૯ ના અંતમાં ૨૦૨૦ વર્ષ યર ઓફ નર્સ એન્ડા મીડવાઇફ વર્ષ તરીકે જાહેર કરેલ હતું. એ સમયે કોઇને અંદાજ પણ ન હતો કે, ખરેખર ૨૦૨૦ના વર્ષની શરૂઆત જ નર્સની ભૂમિકા અને સેવાથી લોકો અવગત થશે.
આજે નર્સ ડે નિમિત્તે ખાસ કોરોના મહામારી સામે જાનના જોખમે પરીવારથી દુર રહી હિંમતભેર દેશ સેવાના જુસ્સા સાથે કોરોના દર્દીઓ સાથે રહી ફરજ બજાવી રહેલ નર્સોની કામગીરી, અનુભવ સહિતની જાણવા જેવી માહિતીથી અવગત કરાવવા પ્રયત્ન કર્યો છે. આ અંગે વેરાવળ સીવીલના આર.એમ.ઓ. ડો.બાલુ રામએ એક વાતચીતમાં જણાવેલ કે, સરકાર દ્વારા ગીર સોમનાથના મથક વેરાવળ સીવીલને કોવીડ-૧૯ હોસ્પીટલ તરીકે જાહેર કરી તેમાં ગીર સોમનાથ જીલ્લા કક્ષાનો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરેલ હતો. અત્યાર સુધીમાં સીવીલમાં ફરજ બજાવતી ૩૬ નર્સોને રોટેશન મુજબ આઇસોલેશન વોર્ડમાં ફરજ સોંપવામાં આવેલ છે. જે તમામ નર્સોએ હિંમતભરે કોરોનાના શંકાસ્પદ અને પોઝીટીવ દર્દીઓની કઠીન સારવાર કરી છે. વર્તમાન સમયમાં નર્સોની સારવાર જોખમકારક એટલે કહેવાય છે કારણ કે, જે નર્સ આઇસોલેશન વોર્ડમાં સાત દિવસ ફરજ બજાવે તેને ત્યારબાદ ૧૪ દિવસ હોમકોરન્ટાઇન પરીવાર અને સાથી સ્ટાફથી દુર એકલું રહેવું પડે છે. જે પુર્ણ થયા બાદ સાત દિવસ જનરલ ઓપીડીમાં ફરજ બજાવે ત્યારબાદ સાત દિવસ આઇસોલેશન વોર્ડમાં કે જયાં ફકત કોરોનાના શંકાસ્પદ દર્દીના નમુના લેવાની કામગીરી થાય છે તે વોર્ડમાં ફરજ બજાવવી પડે છે. આમ, વર્તમાનમાં નર્સોને ૧૪ દિવસની આઇસોલેશન અને ૧૪ દિવસ કોરન્ટાઇનના મળી ૨૮ દિવસ સુધી પરીવારથી દુર રહી ફરજ બજાવી રહી છે. જો જીલ્લામાં કોરોનાના દર્દી વધે અને વધુ નર્સોની સેવાની જરૂર પડે તો તે પરિસ્થિતિને ધ્યાને લઇ ગીર સોમનાથના સીએચસી અને પીએચસીમાં ફરજ બજાવી રહેલ ૫૦ જેટલી નર્સોને પણ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવી શકે તે માટે જરૂરી કોરોનાની ઓનલાઇન, વેન્ટીલેટર ઓપરેટ જેવી ટ્રેનીંગો આપી છે. આગામી દિવસોમાં આ ૫૦ નર્સોને પણ વેરાવળમાં કાર્યરત આઇસોલેશન વોર્ડમાં રોટેશન મુજબ ફરજમાં મુકવાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય વિભાગના ડો.બામરોટીયાએ જણાવેલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં વેરાવળની કોવીડ-૧૯ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવી ગયેલ ૩૬ નર્સો પૈકીની નર્સ ચેતના ચાવડાએ પોતાના અનુભવ વર્ણવતા જણાવેલ કે, જયારે મને આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવાનું કહેલ ત્યારે તો એક પ્રકારનો ડર અને અસુરક્ષાની લાગણી મનમાં ઉદભવેલ જેના બે કારણો હતાં. એક એ હતું કે આઇસોલેશન વોર્ડમાં હાલના ઉનાળાના માહોલમાં લોકોને એક માસ્ક પહેરવુ મુશ્કેલ લાગે એવા સમયે અમારી આઠ કલાક સુધી સંપૂર્ણ શરીરને ઢાંકતી પીપીઇ કીટ પહેરવાની સાથે આઠ કલાક સુધી અમો ન પાણી પી શકીએ ન વોશરૂમ જઇ શકીએ છતાં પણ હસ્તા મોઢે દર્દીની સેવા કરી ફરજ બજાવી હતી. બીજી એ હતી કે, મારે દોઢ વર્ષની બાળકી હોય તેને માતૃત્વના પ્રેમની ખાસ જરૂરી હોય તેવા સમયે ૨૮ દિવસ સુધી કેમ દુર રહેવું તે મુંઝવણ સતાવતી હતી. આ સમયે બડે દોર ગુજરે હૈ જીંદગી કે, યૈ દોર ભી ગુજર જાયેગા, થામલે અપને પાંવ કો ઘરો મૈ, યહ મંજર ભી થમ જાયેગી… આ એક પંકતિ મારા મનમાં ગુંજી હતી. આ સાથે પરીવારએ હિંમત આપતા હું મનમાં રહેલ બેચેની દુર કરી ફરજ બજાવી શકી હતી. સ્ટાફ નર્સ દક્ષા બારડે જણાવેલ કે, કોરાનાના દર્દીઓની સેવા માટે આઇસોલેશન વોર્ડની ફરજ એક નર્સ તરીકે બહુ પીડાદાયક હોય છે પરંતુ અમે લોકોના જીવ બચાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. હું માનું છું કે હું નર્સ બનીને ભાગ્યશાળી છું. હાલના સમયમાં કોરોનાના દર્દીઓ પાસે તેમના પ્રિયજનો આસપાસ ન રહી શકે એવા સમયે અમારી દર્દીના મનોબળને મજબુત રાખી સ્વસ્થ બનાવવાની નર્સ તરીકે અમારી ભૂમિકા મહત્વની બની જાય છે. તો બીજી તરફ મારી પાંચ વર્ષની પુત્રીને ઘરે રાખવી મુશ્કેલ હતી. કારણ કે, અમે સિંગલ પેરેંટની ભૂમિકા ભજવી રહયા છીએ. મારા પતિ આર્મીમાં છે. હાલની મહામારીમાં ઘણાએ મને મારી નોકરી છોડી દેવાનું કહયું છે. ખાસ કરીને જ્યારે મને કોરોના વાયરસની શંકા હતી પરંતુ સરકારી નર્સ તરીકે મને લાગે છે કે અમારૂં રાષ્ટ્ર પ્રથમ આવે છે, હું મારા નાના બાળકને ઘરે મૂકીને હોસ્પીટલમાં ૧૨ દિવસ આઇસોલેશન વોર્ડમાં રહી અને હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા પછી ફરજ ઉપર પાછી ગઇ. મને મારા વ્યવસાય ઉપર ગર્વ છે. કીતના બી કરલે કહેર કોરોના, જઝબા હમારા કમ નહીં હોગા, ચાહે જાન ભી લે લે અગર, નર્સ હૈ હમ… દેશ કે લીયે મરને કા કોઇ ગમ નહીં હોગા…

error: Content is protected !!