ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં ૪ અને કોડીનારમાં વધુ એક મળી કુલ પાંચ કોરોના પોઝીટીવ કેસ આવ્યા

0

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ પાંચ કેસો પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ શરૂ થઇ છે. કોડીનારના ગ્રામ્ય વિસ્તારના ૧ અને ઉનાના ગ્રામ્ય વિસ્તારના ૪ લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ સહિતના તંત્રમાં હડકંપ મચેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોના કેસનો આંકડો ૧૭ ઉપર પહોંચેલ છે. જેમાં ૩ સ્વસ્થ થઇ રીકવર થયેલ હોવાથી ૧૪ કોરોનાના એકટીવ કેસો છે. ગઈકાલે કોરોના વાયરસના પોઝીટીવ કેસ આવેલ હતાં. જેમાં કોડીનારમાં-૧ તથા ઉનામાં-૪ આવેલ છે. આ પાંચમાં ત્રણ મહિલા તથા બે પુરૂષ છે. જેમાં કોડીનારમાં (૧) મહિલા ઉ.વ.-૫૫ તથા ઉનામાં બે માં (ર) ઉ.વ.૨૧, (૩) ઉ.વ.૧૬ કુલ ત્રણ મહિલા અને ર પુરૂષના પોઝીટીવ આવેલ છે જેની (૧) ઉ.વ.૬૩ તથા (ર) ઉ.વ.૪૦ છે. ઉનામાં જે ચાર કોરોના વાયરસના પોઝીટીવ કેસો છે જેમાં એક દેલવાડા, સોનારીયા, વાવરડા અને વાવરડા વાડી વિસ્તારના છે. પોઝીટીવ આવેલા પાંચેય દર્દીઓમાં ત્રણની હિસ્ટ્રી મહારાષ્ટ્રની અને બે દર્દીઓ અમદાવાદનાં હોવાનું જાણવા મળી રહેલ છે. આ ઉપરાંત ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડા-૬, કોડીનાર-૭, ગીરગઢડા-૩, વેરાવળ-૧૦, તાલાળા-૧૦ અને ઉના-૧૨ સહિત શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૪૮ લોકોના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. જયારે લેવાયેલા ૫૪ નમુનાઓનો રીપોર્ટ ગઈકાલે નેગેટીવ આવેલ હોવાનું આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!