ભારતીય મૂળનાં ડોકટરનો મમતાને પત્ર બંગાળમાં ગીચ વસ્તી છે, ચેપ વધશે તો હજારોનાં જીવ જશે, તકેદારીનાં તમામ પગલા લો

0

ભારતીય મૂળનાં અમેરિકા સ્થિતિ કાર્ડયોલોજિસ્ટ ડો.ઈન્દ્રનીલ બાસુ રેએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોરોના વાયરસ અંગે એક પત્ર લખ્યો છે. આમાં રેએ મમતાને રાજય વધતા કોરોના ઈન્ફેકશનનાં કેસોમાં જાગૃત રહેવાની સલાહ આપી હતી. તેમણે મુખ્યમંત્રીને પશ્ચિમ બંગાળમાં રોગચાળો રોકવા માટે જરૂરી અને સાવચેતીનાં પગલા ભરવા જણાવ્યું હતું. અમેરિકાનાં ટેનેસીમાં રહેતા ડો.રેએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સહિત આખા ભારત માટે સારૂ છે કે અહી વાયરસ ફેલાયો છે તે એટલો ચેપી અને જીવલેણ નથી. તેમણે કહ્યું કે મને આ હકીકત કહેવાની ફરજ પડી છે કે જા આ વાયરસ બંગાળમાં ઝડપથી ફેલાશે તો તેનાથી ઘણું નુકશાન થશે.  કારણ કે રાજયમાં ગીચ વસ્તી છે. જા ચેપ અગ્નિની જેમ ફેલાય તો તે હજારો લોકોને અસર કરશે અને ઘણા લોકોને બરબાદ કરશે. ડો.રેએ પત્રમાં જણાવ્યું હતું કે, આ માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે. આ સાથે જ ચેપને ફેલાવવાથી રોકવો અને તેના કારણે થતા મૃત્યુંને પણ કાબુમાં કરાવી પડશે. જેમ અન્ય દેશોમાં થઈ રહ્યું છે. હું તમને પ્રાર્થના કરૂ છું કે, તમે તેને રોકવા માટે તમામ પગલા ભરો.
આમાં ટેસ્ટિંગમાં વધારો, આઈસોલેશન અને કડક લોકડાઉન સામેલ છે. રે એક કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયાક ઈલેકટ્રોફિઝિયોલોજિસ્ટ છે. તેઓ અમેરિકા અને ભારતની અનેક યુનિવર્સીટીઓમાં મેડિસીન અને પબ્લિક હેલ્થનાં પ્રોફેસર પણ રહી ચૂકયા છે. દેશમાં કોરોના ચેપ્ગ્રસ્તોની સંખ્યા ૭૦,૭૬૮ ઉપર પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળ એવા નવ રાજયોમાં સામેલ છે જેમાં ચેપની સંખ્યા ર હજારને વટાવી ગઈ છે. બંગાળમાં મંગળવારે સવારે કોરોનાનાં ર,૦૬૩ કેસ નોંધાયા છે. તેમાંથી ૪૯૯ સ્વસ્થ થઈ ગયા છે જયારે ૧૯૦ લોકોનાં મોત થયા છે.

 

error: Content is protected !!