વેરાવળ : કુકરાશથી ૬૫ શ્રમીકોને મહારાષ્ટ્ર વતનમાં રવાના કરાયાં

0

ગીર સોમનાથ જીલ્લાના કુકરાશ ગામે આવેલા ૬૫ પરપ્રાંતીય શ્રમીકોએ તેમના વતન મહારાષ્ટ્રના નંદુબાર જવા તંત્ર સમક્ષ ગુહાર કરી હતી. આ તમામ શ્રમીકોને બંન્ને રાજય સરકારો તરફથી મંજુરી મળી ગયા બાદ ગઈકાલે સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ૬૫ શ્રમીકોને સેનેટાઈઝ કરેલ બે બસોમાં તેમના વતન રવાના કરાયા હતા. આ તકે શ્રમીકોને પ્રવાસમાં સાથે જરૂરી સુકો નાસ્તો અને પાણીની સુવિધા પુરી પાડવામાં આવી હતી.

error: Content is protected !!