જૂનવાણી મોટા પ્રિન્ટ મીડિયાનો મૃત્યુઘંટ વાગવાના ભણકારા

0

૧૯૨૦માં શાયર અકબર ઇલાહાબાદીએ લેખક મિત્રોને સ્વરાજથી પ્રેરીત થઇને એવી સલાહ આપી હતી કે, જબ તોપે મુકબીલ હો, જબ અખબાર નીકાલો. ૨૧મી સદીના પ્રારંભ સુધી ટીવીની હાજરી હોવા છતાં ભારતમાં પ્રિન્ટ મિડીયાનો ખુબજ વિકાસ થયો હતો. ત્યારબાદ અગ્રણી હિંદી દૈનિકો કંપનીઓના શેર ધારકો માટે આવકનું મુખ્ય સાધન બન્યાં હતા. કેટલાક મોટા મિડીયાઓ ૫૦ કરતાં વધુ આવૃત્તિ પ્રસિદ્ધ કરીને સમગ્ર હિંદીભાષી વિસ્તારને આવરી લીધાં હતા જેમાં સરકારી અને ખાનગી કોર્પોરેટ વિજ્ઞાપનકારો ઉદાર દિલે વિજ્ઞાપન આપતાં હતા. ત્યાર બાદ તાજેતરમાં કોરોના અને લોકડાઉના પગલે હવે હિંદી કે અંગ્રેજી બેમાંથી કોઇ પ્રિન્ટ મિડીયા માટે ભાવિ ઉજ્જવળ ગણાતું નથી. વધુમાં જીલ્લાકક્ષાનાં અખબારો જ ગ્રામીણ લોકોનો મજબુત અવાજ બન્યો છે. અને લોકોમાં વિશ્વાસનું પ્રતિક બન્યાં છે. મેટ્રો ટાઉનમાં લોકડાઉનના બે મહિના દરમ્યાન અંગ્રેજી અને હિંદી બંને દૈનિકો માટે વિક્રેતા પદ અને હોમ ડિલીવરી લગભગ અટકી ગયાં હતાં કારણ કે, લોકોમાં એક એવો ડર ફેલાયો હતો કે અખબારો દ્વારા કોરોના વાયરસ ફેલાય છે. મેટ્રો સિવાયના હિંદીભાષી ક્ષેત્રના શહેરોમાં પ્રાદેશિક ભાષાના અખબારોની ડિલીવરી ચાલુ રહી હતી પરંતુ વિજ્ઞાપનના અભાવે તેનું કદ એકદમ નાનું બની ગયું હતું. તેના પગલે કર્મચારીઓની સંખ્યામાં કાપ મૂકવાની પણ વાતો વહેતી થઇ હતી. આમ અત્યારે મોટા પ્રિન્ટ મિડીયાના મૃત્યુઘંટના ભણકારા વાગી રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે, લોકડાઉન સમાપ્ત થયાં બાદ પ્રિન્ટ મિડીયાનો વિકાસમાર્ગ જૂની સ્ટાઇલના અખબારોના સ્વરૂપે હશે નહીં પરંતુ ડિજીટલ સમાચારોનું નેટવર્ક વધશે. ઈન્ડિયન ન્યૂઝ પેપર ઓફ સોસાયટીએ પ્રિન્ટ મિડીયાની કફોડી આર્થિક હાલતને ધ્યાનમાં રાખીને સરકારને મહત્વપૂર્ણ રાહતના પગલા આપવા વિનંતી કરી છે જેમાં પ્રિન્ટ મિડીયા માટે બે વર્ષ સુધી કરવેરામાં રાહત, ન્યૂઝ પ્રિન્ટ ઉપર આયાત જકાતની નાબૂદી અને અન્ય તમામ ઉદ્યોગોને જે રાહતો આપવામાં આવે છે તે તમામ રાહતો પ્રિન્ટ મિડીયાને પણ આપવામાં આવે તેમજ સરકાર પુરસ્કૃત વિજ્ઞાપનના દર વધારવામાં આવે વગેરે માગણીઓનો સમાવેશ થાય છે. હવે મોટા ભાગના યુવાન વાંચકો તેમના લેપટોપ અને મોબાઇલ ઉપર ઇ-પેપર્સ અને વેબ પોર્ટલ્સનું વાંચન કરતાં હોવાથી પ્રિન્ટ મિડીયાનું ભાવિ ધુંધળું દેખાઇ રહ્યું છે.

error: Content is protected !!