અંતે તંત્ર જાગ્યું, માણાવદરમાં દવા છંટકાવ કરાયો

0

હાલ કોરોના વાયરસનુ સંક્રમણ જૂનાગઢ જિલ્લામાં પણ શરૂ થઈ ગયુ છે ત્યારે માણાવાદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી દવાનો છંટકાવ કરાયો નહતો. જેને કારણે લોકોમાં છંટકાવ કરવા માંગ ઉઠી હતી. ત્યારે માણાવદરના આ પ્રશ્નને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા તા. ૧૨-૫-૨૦ના અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રગટ થતા જ તંત્રએ આળસ ખંખેરી દવાના છંટકાવમાં લાગી ગયું હતું. માણાવદરના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ દવાનો છંટકાવ કરાયો હતો.