જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી અને માંગરોળનાં ડીવાયએસપીશ્રી પુરોહિતના પ્રયાસો અને માનવતાવાદી અભિગમથી કીડનીના દર્દીને સમય સર દવાઓ મળી જતા નવજીવન મળ્યું છે. જેની લોકોમાં સરહાના થઈ રહી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ માળીયા હટિના ખાતે ગંજીવાળા વિસ્તારમાં રહેતા અલ્પેશ કુમાર રમેશભાઈ ઉ.વ.રપની બંન્ને કીડની ડેમેઝ છે. તેથી તેમની માતા જયાબેને પુત્રને કીડની આપી નવજીવન આપ્યું છે. જેને કારણે અલ્પેશભાઈને દર ત્રણ મહિને અમદાવાદથી ફરજીયાત દવા મંગાવી પડે છે. પરંતુ હાલ લોકડાઉન હોય અલ્પેશભાઈની દવા મંગાવવી અત્યંત મુશ્કેલ થઈ ગઈ હતી. આ અંગે માળિયાનાં સરપંચ નટવરસિંહ શીશોદીયા અને દર્દીના ભાઈ જયદીપભાઈ દ્વારા અનેક સ્તરે રજૂઆત કરવા છતા કોઈ પરીણામા આવ્યું ન હોતું આ અંગે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાષીને જાણ કરવામાં આવતા તેમણે તુરત જૂનાગઢ જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડા અને માંગરોળનાં ડીવાયએસપીને જાણ કરી હતી. આ ત્રણે અધિકારીઓનાં સંકલન કરી અમદાવાદ સીવીલ હોસ્પિટલાનાં કીડની વિભાગનો સંપર્ક કરી તત્કાલ કીડની દવા મેળવી અલ્પેશભાઈનાં ઘર સુધી રૂબરૂ પહોંચતી કરી હતી. આમ ભીખાભાઈ જાષી અને અધિકારીઓના સંયુકત પ્રયાસોથી કીડનીનાં દર્દીને નવજીવન મળ્યું છે. જેની સરહાના થઈ રહી છે.