જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

0

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવેલ છે. જૂનાગઢ જીલ્લામાં ગત તા.પ-પ-ર૦ર૦નાં રોજ સૌપ્રથમ કોરોના કેસની એન્ટ્રી થયાં બાદ રર દિવસનાં સમયગાળા દરમ્યાન કુલ કોરોના પોઝીટીવનાં ર૬ કેસો નોંધાયા છે. જેમાં જૂનાગઢ સીટી (૩), ભેંસાણ (૪), વિસાવદર (૯), માણાવદર (૧), માળીયા (૧), માંગરોળ (ર), કેશોદ (૬) સહિત ર૬ કેસોનો સમાવેશ થાય છે. જેમાંથી અગાઉ જુદાં-જુદાં સમયાંતરે ૯ દર્દીઓ કોરોનાને માત આપી અને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે જયારે આજરોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં રાણપુર ભેંસાણનાં ર મહિલા તેમજ માંગરોળ ઝરીયાવાડાનાં ૧ મહિલા મળી કુલ ૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. આમ ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓની સંખ્યા ૧ર થઈ છે અને એકટીવ કેસો હાલ ૧૪ રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!