જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમા ઉપલા દાતારની જગ્યાનાં મહંતો સદાય લોકડાઉનમાં જ રહે છે તેવા ઉપલા દાતારની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા લોકડાઉન-૪નાં અંતિમ તબકકામાં પી.એમ. ફંડમાં એક લાખનું દાન આપી દાતારની જગ્યાની દાતારી બતાવી હતી. પૂજય શ્રી પટેલબાપુ, શ્રી વિઠલબાપુ અને હાલના મંહતશ્રી ભીમબાપુએ ઉપલા દાતારની જગ્યાના મહંત તરીકે પોતાની જગ્યાથી કદી નીચે આવતા નથી ત્યાં રહીને સેવા પુજા કરતા આવ્યા છે જેની આજના સમયે સરખામણી કરીએ તો તેઓ સદાય લોકડાઉનમાં જ રહ્યા છે. આજે ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર ફેલાવ્યો છે ત્યારે ફુલની પાંખડી સ્વરૂપે સૌ પ્રથમ એક લાખનો ડીડી મુખ્યમંત્રી રાહતનિધીમાં અને ત્યારબાદ હવે એક લાખનો ડીડી પી.એમ ફંડમાં આપીને પોતાની જગ્યાના નામને અનુરૂપ સાચી દાતારી દેખાડી છે, હાલ દરેક ધાર્મિક જગ્યાઓ બંધ છે તેની આવકો પણ બંધ છે ત્યારે મંહતશ્રી ભીમબાપુ દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારને મદદ કરીને એક સ્તુત્ય પગલું લીધુ છે. કલેકટર જૂનાગઢના પ્રતિનિધિ તરીકે સર્કલ ઈન્સ્પેક્ટર શ્રી પરમાર, જાદવભાઈ, વરૂભાઈ ત્થા દાતારની જગ્યાના ટ્રસ્ટી યોગેન્દ્રસિંહ પઢિયારની હાજરીમાં દાતાર બાપુની ગુફામાં જ આ એક લાખની રકમનો ડી.ડી.તંત્રને અર્પણ કરીને દાતારબાપુને પ્રાર્થના કરી કે કોરોનાના રોગનો ઝડપથી નાશ થાય અને જેમને તેનો ચેપ લાગ્યો છે તેઓ ઝડપથી સાજા થાય તેવી દુઆ કરવામાં આવી હતી. હાલ જુનાગઢ મહાનગર અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો જરૂરીયાતમંદોને સત્યમ સેવા યુવક મંડળ અને ઉપલા દાતારની જગ્યાના સંયુક્ત ઉપક્રમે રાશનકીટ આપવાનો કાર્યક્રમ સતત મંહતશ્રી ભીમબાપુ, ટ્રસ્ટીઓ, સેવકોના સહયોગથી સતત ચાલુ છે. બાપુના પ્રતિનિધિ તરીકે મુન્નાભાઈ આ કાર્યમાં સતત સાથે રહ્યા છે. ઉપલા દાતારની જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા અગાઉ એક લાખ મુખ્યમંત્રી રાહતફંડ આપ્યા બાદ ફરી વાર એક લાખ પીએમ રાહતનિધિમાં અર્પણ કરી દાતારી બતાવી સરકારના હાથને મજબૂત કર્યા છે. કોરોના મહામારીથી દેશમાં લોકડાઉન ચાલી રહયું છે ત્યારે ઘરે રહો અને સુરક્ષીત રહો તેવા સૂત્રથી લોકોને કોરોનાથી બચી શકો છો તેવો સંદેશ આપવામાં આવી રહયો છે ત્યારે જૂનાગઢમાં એક એવું ધાર્મીક સ્થાન છે જે હિન્દુ મુસ્લીમની આસ્થાનું પ્રતીક છે. ઉપલા દાતારની જગ્યાનો કંઈક અનેરો મહીમા છે અને ત્યાંના મહંતની અનોખી પરંપરા જોવા મળે છે ત્યારે ઉપલા દાતારના મહંત પદે બીરાજતા કોઈપણ સંત હોય તે કોઈ દીવસ જગ્યા છોડતા નથી અને નીચે ઉતરતા નથી ત્યારે ‘સ્ટે હોમ સ્ટે સેઈફ’ના સૂત્ર ને વર્ષો પહેલાથીજ સાર્થક કર્યું છે. આજે ભલે વિશ્વભરમાં કોરોના મહામારી આવી હોય ત્યારે લોકોને ‘સ્ટે હોમ સ્ટે સેઈફ’ રહેવાથી તમે બચી શકો છો ત્યારે ઉપલા દાતારના પહેલા મહંત પટેલબાપૂ હતા તે જ્યાં સુધી ઉપલા દાતારના મહંત રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ જગ્યા છોડી નથી અને પટેલબાપુ બ્રહ્મલીન થયા ત્યારે તેની સમાધી પણ જગ્યામાંજ દેવામાં આવી હતી. એજ રીતે પટેલબાપુ પછી જગ્યાના મહંત પદે વિઠ્ઠલ બાપુ મહંત બન્યા હતા ત્યારે યુવા અવસ્થામાં દાતારની જગ્યામાં સેવા પૂજા કરતા હતા ત્યારથી આજદિન સુધી કોઈ દિવસ જગ્યા છોડી નથી અને બ્રહ્મલીન થયા ત્યારે વિઠ્ઠલબાપુને પણ એજ જગ્યામાં સમાધી આપવામાં આવી હતી ત્યારે ઉપલા દાતારની જગ્યાના મહંતને એ સમયે ખબર હશે કે દેશમાં કોઈ આવી મોટી બીમારી આવે તો ઘરે રહો અને સુરક્ષીત રહો ના સૂત્ર ને અપનાવો તેવો સંદેશ આપ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews