જૂનાગઢમાં ચોમાસાની પૂર્વ તૈયારીરૂપે મનપા દ્વારા વોંકળાની સફાઈ

0

જૂન માસ શરૂ થવાને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે અને જૂન માસ એટલે ચોમાસાનાં પ્રારંભનાં દિવસો દર વર્ષે જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં ૧પમી જુનનાં રોજ ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થાય તેવાં સંકેતો મળી રહ્યાં છે. ચોમાસાનાં દિવસોને લઈને મહાનગરપાલિકા તંત્ર દ્વારા તકેદારીનાં પગલા અને પૂર્વ આયોજનનાં ભાગરૂપે વોંકળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવામાન જણાવ્યા અનુસાર જૂન માસની શરૂઆતમાં જ ચોમાસાની સિસ્ટમ બંધાઈ જતી હોય જેથી ગુજરાતનાં ઘણાં ખરા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ રહી છે. બીજી તરફ ગઈકાલે સવારથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળો છવાયાં હતા અને ઠંડકતા પ્રસરી હતી. એક તરફ લોકડાઉનનાં સમય દરમ્યાન લોકો ઘરમાં જ રહેતાં હોય અને છેલ્લાં પપ દિવસ ઉપરાંતથી ઉનાળો કાળઝાળ બનીને અગનવર્ષા વરસાવી રહ્યો હતો. સવારનાં ૮ વાગતાં તાપમાન ઉંચે ચડી જતું હોય અને સખ્ત તાપ વરસતો હતો તેવા સંજાગોમાં ગઈકાલે સવારનાં ભાગે ઠંડકતા પ્રસરી હતી અને દિવસ દરમ્યાન પણ આકાશ વાદળોથી છવાયેલું રહ્યું હતું. ચોમાસાનાં આગમનની સાથે જ તકેદારીનાં પગલાં લેવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી થતી હોય છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શનને સુચના હેઠળ જૂનાગઢ શહેરમાં આવેલાં તમામ વોંકળાની સફાઈની કામગીરી છેલ્લાં ૩ દિવસથી હાથ ધરવામાં આવી છે. સવારથી બપોર સુધી વોંકળાની સફાઈ થાય છે અને બપોરથી સાંજ સુધી જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ રસ્તાઓની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું જૂનાગઢ મનપાની યાદીમાં જણાવેલ છે. આમ ચોમાસા પૂર્વે તકેદારીનાં ભાગરૂપે પ્રિ-મોન્સુનની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!