જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં ટ્રાફિકજામનાં દ્રશ્યો

0

જૂનાગઢ શહેરનાં માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ સવારે ૭ થી ૯ દરમ્યાન ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાય છે. અહીંયા આવતા લોકો આડેધડ પાર્કીંગ કરી જતાં રહે છે અને જેનાં લીધે ખુબ જ ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. તેવી વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જાવાની ખુબી એ છે કે અહીંયા સવારનાં ભાગે ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસ કે બ્રિગેડનાં જવાન કે કોઈ સ્ટાફ જાવા મળતો નથી. લોકોને તેમજ માર્કેટીંગ યાર્ડ ખાતે આવતાં ખેડુતો, વેપારીઓ વગેરેને પણ અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી થાય અને અહીં આવનારા વાહનો વ્યવસ્થિત રીતે પા‹કગમાં મુકે અને કોઈને નડતર રૂપ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ તેવી માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!