જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય લોકોને બહાર ન નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને લોકડાઉન દરમ્યાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ કરવામાં આવેલ છે.
ગઈકાલે શશીકુંજ ત્રણ રસ્તા ખાતે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જયાબેન અરજણભાઇ રાઠોડ પોતાની ફરજ ઉપર ૧૧ વાગ્યે હાજર હતા, ત્યારે તેઓને કોઇ મોટર સાયકલ ચાલકના કાળા રંગની હેન્ડબેગ પડી ગયેલ. જે તેઓએ લઇ ટ્રાફીક પી.એસ.આઇ. એ.સી. ઝાલાનાને જાણ કરતા, હેન્ડબેગ ચેક કરતા તેમાં રૂ. ૨૫૦૦ રોકડા તથા એક ટેબ્લેટ તથા વોલેટ અને અગત્યના દસ્તાવેજ હોય, જેના ઉપરથી ખરાઇ કરતા, આ હેન્ડબેગ ઓર્થોપેડીક ડો. મયુરકુમાર વાણીયાનું હોવાનું જણાયેલ હતું. ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, મહિલા ટ્રાફિક બ્રિગેડ જયાબેન રાઠોડ દ્વારા તેઓનો નંબર મેળવી, તેઓનો સંપર્ક કરી, ટ્રાફિક ઓફિસ બોલાવવામાં આવેલ હતા. તેઓને હેન્ડબેગ બાબતે પૂછપરછ કરવામાં આવતાં તેઓએ જણાવેલ કે પોતે પોતાના ટુ-વ્હિલરમાં હેન્ડબેગ લટકાવી, પોતાના રહેણાંક મકાન રાધાકુુષ્ણનગરથી નીકળી પોતાની હોસ્પીટલ જતા હતાં ત્યારે મોટર સાયકલ ઉપરથી શરતચુકથી બેગ પડી ગયેલ હતી. જેમાં ટેબ્લેટમાં રહેલા ડેટા ખુબ જ મહત્વનાં અને કિંમતી હોય ડોકટરને ટ્રાફીક ઓફીસ ખાતે તેઓની હેન્ડબેગ અંગે ખરાઈ કરી જે તે સ્થીતીમાં રોકડ રૂપીયા તથા ટેબ્લેટ અને ડોકયુમેન્ટ સાથે પરત કરવામાં આવેલ હતાં. પોતાની હેન્ડ બેગ સહી સલામત મળી જતા ટેબ્લેટમાં રહેલ અગત્યનાં ડેટા પણ જેમનો તેમ મળી જતા, ડોકટર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews