વિસાવદર : બેન્કર તરીકેનાં હોદ્દાનો દુર ઉપયોગ કરી રૂ.૬૮.૬૪ લાખની ઠગાઈ કરતાં ફરીયાદ

0

વિસાવદરમાં બેન્કર તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરી ખેડુતોની પીડીસીની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વિશ્વાસઘાતથી ટ્રાન્સફર કરાવી લેતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ વિસાવદરનાં એકસીસ બેંક લી.નાં મેનેજર મનીષ અશ્વીનભાઈ ઓઝાએ પોલીસમાં આ કામનાં આરોપી અમીત મથુરભાઈ ડોબરીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ એકસીસ બેન્ક વિસાવદર શાખામાં એગ્રીલોન સાથે જાડાયેલ સવલતો આપવાની કામગીરી કરતો હોય અને અલગ-અલગ ખેડુતોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી પીડીસીનાં ચેક લઈ પોતાનો બદ ઈરાદો પાર પાડવા ખેડુતોની પી.ડી.સી.ની રકમ પોતાના અંગત ઉપયોગ સારૂં વિશ્વાસઘાતથી આશરે રૂ.૬૮,૬૪,૦૦૦ પોતાના જુદાં-જુદાં ખાતામાં ટ્રાન્સફર કરી લઈ તથા રોકડા ઉપાડી લઈ પોતાના બેન્કર તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!