જૂનાગઢ સહિત દેશભરમાં કોરોના મહામારીનાં સંક્રમણને અટકાવવાનાં ભાગરૂપે લોકડાઉનનાં ચોથા તબક્કાનો આવતીકાલે અંતિમ દિવસ છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી કોઈ જાહેરાત લોકડાઉનની થાય તેવી શક્યતા જાવાઈ રહી છે અને આ અંગે અટકળો પણ વ્હેતી થઈ છે અને કેટલીક છુટછાટો પણ વધારે મળી શકે છે. તેવી પણ શક્યતા જાવાઈ રહી છે. છેલ્લાં ૬પ દિવસથી ગુજરાત સહિત દેશભરનાં ગામો અને શહેરોમાં ધંધા-રોજગાર ઉપર ખુબ જ અસર પહોંચી છે. લગભગ દરેક વ્યવસાય આર્થિક મંદીનાં દૌર નીચે પસાર થઈ રહ્યો છે. અમુક ચીજવસ્તુઓનું વેંચાણ, ખરીદી સહિતની બાબતો ઉપર અસર પહોંચી છે. તો બીજી તરફ કોવિડ-૧૯નાં સંક્રમણ દરમ્યાન માસ્ક, સેનીટાઈઝર, હોમીયોપેથીક દવાનું પણ સરેરાશ વેંચાણ થઈ રહ્યું હોય. આમ રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ સ્વચ્છતા સહિતનાં અભિયાન થકી લોકો આજે વધુને વધુ પોતાને સ્વસ્થ અને સુરક્ષિત રાખવાની કાળજી પણ લઈ રહ્યાં હોવાનું અને આ સંક્રમણને ખાળવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોય જેમાં સંબંધિત સરકાર તેમજ આરોગ્ય વિભાગ, જીલ્લા વહિવટી વિભાગ અને અન્ય વિભાગો દ્વારા પણ આરોગ્ય વિષયક પગલાઓ લેવામાં આવી રહ્યાં હોય અને આ આવકાર્ય કામગીરી રહી છે તેમજ જૂનાગઢ શહેર અને જીલ્લામાં સંબંધિત વિભાગો દ્વારા ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી હોવાનું જૂનાગઢનાં જાણીતાં શિક્ષણવિદ્, ભાજપ અગ્રણી અને શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું.
જૂનાગઢ શહેરની વાત કરીએ તો, જયારથી કોરોના વાયરસનાં રોગચાળા સામે આરોગ્ય વિષયક પગલાં લેવાની વાત આવે છે ત્યારે જૂનાગઢ શહેરની વસ્તીની દૃષ્ટિએ જાઈએ તો અંદાજીત પ લાખ જેવી વસ્તી ગણાવાઈ રહી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે ચાર લાખ લોકોએ મોઢાં ઉપર માસ્ક તેમજ સેનેટાઈઝ, હોમીયોપેથીક દવા વગેરે વસ્તુની ખરીદી કરવી પડી રહી છે. દરમ્યાન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે આજે કોરોના મહામારીને લઈને લોકોએ ફરજીયાત પોતાના મોં ઉપર માસ્ક લગાવવાની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે એક અંદાજ મુજબ જૂનાગઢ શહેરમાં રૂ.૧૦ થી લઈ અને ૩૦૦ સુધીનાં માસ્ક મળી શકે છે. વસ્તીની દૃષ્ટિએ જાઈએ તો ૪ લાખની જનતા ૬પ દિવસમાં બે વાર માસ્ક લે અને રૂ.૧૦ની કિંમત ચુકવે તો આ માસ્કનાં વેંચાણનાં રૂ.૮૦ લાખનાં માસ્ક વેંચાયા હોય તેમ કહી શકાય. આ ઉપરાંત એક પરિવાર દીઠ રૂ.૧૦૦નું સેનીટાઈઝ લે અને પ૦ હજાર પરીવાર લે તો પ૦ લાખ રૂપિયાનું સેનેટાઈઝરનું વેંચાણ થયું હોય, જયારે સૌથી વધારે આજે લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ આવી છે. લોકો યોગ, પ્રાણાયામ તેમજ આયુર્વેદ તેમજ હોમીયોપેથીક દવાઓ તરફ વળ્યાં છે ત્યારે એક પરિવાર રૂ.ર૦૦ની હોમીયોપેથીક દવા ખરીદે અને આવા ર૦ હજાર લોકો ખરીદે તો ૪ લાખ રૂપિયાની હોમીયોપેથીક દવાની ખરીદી થઈ હોય. આમ ૬પ દિવસ દરમ્યાન મોઢે માસ્ક, વારંવાર હાથ ધોવા માટે સેનેટાઈઝનો ઉપયોગ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનાં ભાગરૂપે હોમીયોપેથીક દવાની ખરીદી વગેરે થઈ રહ્યું છે અને આ વ્યવસાયને આત્મનિર્ભર તરીકે ભારતની આગેકુચ તેમ કહી શકીએ તો પણ ખોટું નથી તેમ શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું. વિશેષમાં શિક્ષણવિદ્ પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમીયોપેથીક દવાનું છેલ્લાં પાંચ દિવસથી સરસ્વતી સ્કુલ ખાતેથી વિનામુલ્યે વેંચાણ કરી રહ્યાં છે અને અત્યાર સુધીમાં ૪ થી પ હજાર લોકોને આ દવા વિનામુલ્યે આપવામાં આવી છે. અંતમાં જૂનાગઢ શહેર, જીલ્લો અને દેશભરની જનતા તેમજ દરેક લોકો સ્વસ્થ અને સારૂં આરોગ્યપદ જાળવી રાખે અને વહેલી તકે આ દેશ ઉપરથી કોરોનાનો ખતરો દુર થાય તેવી શુભકામનાં પણ તેઓએ વ્યકત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews