જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતી મહિલા વિજ કર્મીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ

0

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેરમાં છેલ્લા ર૦ દિવસમાં કોરોનાનો પાંચમો કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. બહારથી લોકોને આવવા જવાની છુટછાટ મળતાં કોરોનાનાં દર્દીઓ વધી રહયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહયું છે. તા. ૧૦ મેનાં રોજ પહેલો કેસ નોંધાયા બાદ ગઈકાલે પાંચમો કેસ જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર બે દિવસ પહેલા જ અમદાવાદથી આવેલા ૩૪ વર્ષના એક યુવકને પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ હરીઓમનગર પાછળનાં વિસ્તારમાં રહેતા એક મહિલાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર હરીઓમનગર પાછળ હનુમંત ગ્લોરી એપાર્ટમેન્ટ-૧માં રહેતા રશ્મીબેન રાવલ (ઉ.વ. પ૪)ને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાતા તેમને જૂનાગઢ ત્રિમૂર્તિ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પીટલમાં રીફર કર્યા હતાં. જેમનું સેમ્પલ લીધા બાદ ગઈકાલે બપોરે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. રશ્મીબેન રાવલ જૂનાગઢ આઝાદ ચોકમાં આવેલ પીજીવીસીએલ કચેરીમાં રેવન્યુ વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. જેને લઈને મનપાની આરોગ્ય ટીમ દ્વારા રશ્મીબેન રાવલનાં પરીવારનાં સભ્યો અને તેની ઓફીસનાં સહ કર્મચારીઓની યાદી તૈયાર કરાઈ રહી છે. જે યાદીમાં જે લોકો તેમના કોન્ટેકટમાં હશે તે તમામને હોમ કોરોન્ટાઈન કરવામાં આવશે. તેમજ આ વિસ્તારનાં તેની આસપાસ કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં આવી રહયા છે. કોરોના કેસને લઈને મ્યુ. કમિશ્નર સહીતનાં અધિકારીઓ આ વિસ્તારમાં પહોંચી ગયા હતાં.
કન્ટેઈનમેન્ટ ઝોન
ઝાંઝરડા રોડ ઉપરનાં હનુમંત ગ્લોરી-૧ એપાર્ટમેન્ટ, જીવનધારા પાર્ક, ખોડીયાર કૃપા લખેલા મકાન સહીત ૧ર મકાન અને ઉપર રહેતા લોકોનાં વિસ્તારનાં કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યા છે. અહી આગામી તા. રપ જુન સુધી જાહેરનામું અમલમાં રહેશે.
બફર ઝોન
હનુમંત ગ્લોરી-ર, જીવન પાર્ક, રાધિકા પાર્ક સોસાયટી, બંસી બંગ્લોઝ, શ્યામલ બંગ્લોઝ, હરીઓમનગર-ર, જલારામ પ્રોવિઝન સ્ટોર, શ્રીજી બંગ્લોઝ, નોબલ ફલોરા રેસીડેન્સીની ચાર વિંગ જેમાં કુલ ૧૩૮ મકાન અને પ૮૭ લોકોનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!