જૂનાગઢ અને ગિર સોમનાથ જીલ્લાનાં કુલ ૧પ દર્દીઓ ડિસ્ચાર્જ થયાં

0

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાંથી ગઈકાલે રવિવારનાં દિવસે એક જ દિવસમાં કોરોનાનાં ૧પ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જીલ્લાનાં કુલ ૮ અને ગિર સોમનાથનાં ૭ મળી કુલ ૧પ દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જયારે હાલમાં જૂનાગઢ જીલ્લામાં પ અને ગિર સોમનાથમાં ૧૧ પોઝિટીવ કેસ રહ્યાં છે. હવે બંને જીલ્લામાં મળી કુલ ૧૬ દર્દી હોય તે પણ જલ્દી સાજા થઈ જાય તેવી લોકો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!