વંથલી પાસે થયેલી હત્યા કેસમાં યુવતીનો ભાઈ જ હત્યારો નિકળ્યો

0

માંગરોળનાં દરસાલીમાં ૪ માસ પહેલાં પ્રેમલગ્ન કરનાર દંપતીની વંથલી પાસે હાઈવે ઉપર કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી અને હત્યારાઓ નાસી ગયા હતા. જા કે પોલીસે આ બનાવમાં બે શખ્સોની અટક કરી છે. આ શખ્સોનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળનાં દરસાલી ગામનાં સંજય રામશીભાઈ રામ અને તેમની પત્ની ધારાબેનની ત્રણ દિવસ પહેલાં વંથલી નજીક હાઈવે ઉપર કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી અને હત્યા બાદ આ બંને શખ્સો કેશોદ તરફથી મેંદરડા પહોંચ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બંને આરોપીને ઝડપી લેવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી અને બાતમીનાં આધારે ખરેડા ગામના પાટીયા પાસેથી રાજેશ ભાણા પરમાર અને અમિત રમણીક ગરેજાને ઝડપી લીધા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!