જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી અનલોક-૧નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે અને સવારનાં જ બજારો ધમધમી ઉઠી છે અને જનજીવન થાળે પડી રહ્યું છે. કેટલીક છુટછાટો સાથે ચુસ્ત નિયમની અમલવારી પણ કરવી પડે તેવી સુચનાઓ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર આજથી જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ પુર્નઃ જીવન ધબકતું થયું છે. આજ તા.૧ જુનથી શરતોને આધિન અનેક છુટછાટો સાથે લોકડાઉન-પ, અનલોક-૧ જાહેર કરવામાં આવ્યું છે. જા કે અનલોક-૧માં પણ અનેક સ્થળો, કાર્યક્રમો બંધ રહેશે. જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સૌરભ પારઘીએ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ ખાસ કરીને રાજકીય, ધાર્મિક, સામાજીક, મનોરંજન અને સાંસ્કૃતિક મેળાવડાઓ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જયારે જીલ્લામાં આવેલ પ્રવાસન ધામો તેમજ ઉપરોકટ, સક્કરબાગ, વિલિંગ્ડન ડેમ, બગીચાઓ, દરિયાની ચોપાટી, પુરાતત્વ વિભાગનાં સ્થળો, ભવનાથ વિસ્તારનાં જાહેર સ્થળો જાહેર જનતા માટે ૩૦ જુન સુધી બંધ રાખવા જણાવ્યું છે. જયારે સ્કુલ, કોલેજા, શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન કલાસીસો વગેરેએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું રહેશે. તેમજ હોટેલ, કલબ હાઉસ, રેસ્ટોરન્ટસ, ખાણીપીણીનાં સ્થળો, શોપીંગ મોલ, મોલમાં આવેલ દુકાનો તેમજ ધાર્મિક દેવસ્થાનો વગેરે ૮ જુનથી ચાલુ કરી શકાશે. શાકભાજીની લારી, ફેરીયાઓ પણ પોતાની પ્રવૃતિ ૮ જુનથી કરી શકશે. જા કે સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝનું પાલન કરવાનું રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews