જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરની ચુંટણીમાં ચેરીટી કમિશ્નરનો ચુકાદો દેવપક્ષની તરફેણમાં આવ્યો

0

જૂનાગઢનાં જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ગત વર્ષે યોજાયેલી ૭ બેઠકોની ચુંટણીમાં ગૃહસ્થ વિભાગની ચારેય બેઠકો ઉપર આચાર્ય પક્ષનાં નંદલાલભાઈ દલસુખભાઈ બામટા, જાદવભાઈ જેરામભાઈ ચાવડા, રતિભાઈ ભનુભાઈ ભાલોડીયા અને મગનભાઈ મનજીભાઈ સભાયા ચુંટાયા હતાં.તેમની સામેનાં દેવપક્ષનાં ઉમેદવારોને ઓછા મત મળ્યા હતાં. આચાર્ય પક્ષ બહુમતીમાં આવી ગયો હતો. અને આચાર્ય પક્ષને ચેરમેનપદ મળ્યું હતું. આચાર્ય પક્ષે સંપ્રદાયનાં વર્તમાન વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીનું આધિપત્ય સ્વીકાર્યુ ન હતું. આથી તેઓ સામે દેવ પક્ષે ચેરીટી કમિશ્નરમાં અરજી કરી તેઓને ગેરલાયક ઠરાવવા માંગણી કરી હતી. જેનો ચુકાદો મદદનીશ ચેરીટી કમિશ્નરે દેવપક્ષની તકફેણમાં ચુકાદો આપ્યો હતો. દેવપક્ષનાં સભ્યો ચાર્જ લેવા માટે મંદિરે ગયા હતાં. આથી નંદલાલભાઈ બામટા, જાદવભાઈ ચાવડા, રતીભાઈ અને મગનભાઈ સભાયા ટ્રસ્ટીની ચેમ્બરમાં પુરાઈ અંદરથી લોક કરી દીધું હતું. છેવટે એસપી સૌરભસિંઘ મંદિરે આવ્યા હતાં. અને અંદરથી ચેમ્બર ખોલાવી હતી. અને વિધિવત રીતે ચેરમેન પદનો ચાર્જ સંત વિભાગનાં ટ્રસ્ટી દેવનંદનસ્વામીને સોંપ્યો હતો. આ સાથે જ પોલીસની હાજરીમાં કોઠાર, ટ્રસ્ટીની ઓફિસ, ભંડાર વગેરે સીલ કરી દેવાયા હતાં. ફરી ચુંટણી નહીં થાય આચાર્ય પક્ષનાં ચારેય ટ્રસ્ટીઓને ગેરલાયક ઠરાવ્યા બાદ દેવ પક્ષમાંથી તેઓ સામે ઉભેલા આપોઆપ ટ્રસ્ટી બનશે. આમ ફરી ચુંટણી નહીં થાય. જા કે વધુ ફોર્મ ભરાયા હોવાથી કોને ટ્રસ્ટી બનાવાશે એ હવે પછી નકકી થશે. અમે કોઈ વ્યકિતનું આધિપત્ય સ્વીકારતા નથી ૧૯૮૪માં ડીસ્ટ્રીકટ કોર્ટે ઘડેલી સ્કીમ મુજબ કયાંય આચાર્યનું આધિપત્ય સ્વીકારવાની વાત નથી. ૯-ર-બ મુજબ વડતાલ ગાદીનું આધિપત્ય સ્વીકારવાનું છે કે નહીં કે આચાર્યનું. આથી અમે કોઈ વ્યકિતનું આધિપત્ય સ્વીકારતા નથી. વળી પબ્લીક ટ્રસ્ટ એકટ મુજબ ૬૦ દિવસની અપીલમાં જવાની મુદત હોય છે તેમ રતિભાઈ ભાલોડીયાએ જણાવેલ હતું. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ શું છે ?  વડતાલ  સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય રાકેશપ્રસાદજીનાં સમર્થકોને દેવપક્ષ કહે છે. જયારે પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદજીનાં સમર્થકોને આચાર્ય પક્ષ કહે છે. મંદિરનાં બંધારણમાં સંપ્રદાયનાં આચાર્યનું આધિપત્ય સ્વીકારે તેઓજ રાધારમણ ટેમ્પલ બોર્ડની ચુંટણી લડી શકે એવી જાગવાઈ છે. હાલના આચાર્ય રાકેશપ્રસાદજી છે અને તેમનું આધિપત્ય આચાર્ય પક્ષ નથી સ્વીકારતું એમ મંદિરનાં અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.આ ૪ સભ્યો બોડીમાં રહેશેકોઠારી સ્વામી દેવનંદદાસજી ગુરૂ  ભગવતસ્વરૂપદાસજી – ચેરમેનનો કાર્યભાર, કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી ગુરૂ કોઠારી સ્વામી દેવપ્રસાદજી, રાજેશભાઈ માંગરોળીયા અને ન્યાય કણ ભગત આ પાંચ લોકો બોડીમાં  નહી રહે રતિલાલ ભનુભાઈ ભાલોડીયા, જાદવભાઈ જેરામભાઈ ચાવડા, નંદલાલ દલસુખભાઈ બામટા, મગનભાઈ મનજીભાઈ સભાયા, કોઠારી  સ્વામી પ્રેમસ્વરૂપદાસજી ગુરૂ પુરાણી સ્વામી નારાયણમુનીદાસજી. અપીલનો સમય પુરો થયા પહેલાં હટાવ્યા જૂનાગઢનાં જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટી અને ચેરમેન પદ ઉપરથી હટાવવા અને નવા ચેરમેન બનાવવાનાં મામલે ભારે ઉગ્ર માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારે ગઢડાના એસપી સ્વામીએ સવાલ ખડો કર્યો છે કે આસી. ચેરીટી કમીશ્નરના જે ઓર્ડરના આધારે દેવપક્ષનાં લોકો ચાર્જ લેવા મંદિરે ગયા અને ઉગ્ર માહોલ ખડો કર્યો. એજ ઓર્ડરનાં પેરા-પમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે, અપીલનો સમય પુરો થયા પછી બોમ્બે ટ્રસ્ટ એકટ મુજબ શેડયુલમાં નામ દાખલ કરવાનાં થાય છે. શેડયુલમાં નામ દાખલ નથી થયા ત્યાં વર્તમાન લોકો કેવી રીતે ટ્રસ્ટી મટી જાય. અને નવા લોકો કેવી રીતે ટ્રસ્ટી બની જાય ? પીટીઆર તો હજુ નોંધાઈ પણ નથી. ચાર્જ કોઈની પાસેથી આ રીતે આંચકી નથી શકાતો. વિધિવત પ્રક્રિયા હોય. જા એમાં ચાર્જ સોંપવાનો ઈન્કાર કરે તો ચેરીટી કમિશ્નરમાંથી તેનો ઓર્ડર કઢાવવો પડે. તેમણે કહયું હતું કે અમે આસીસ્ટન્ટ ચેરીટી કમિશ્નરના ઓર્ડર સામે જાઈન્ટ ચેરીટી કમિશ્નરમાં અપીલ કરીશું અને ન્યાય માંગીશું. કરોડોની આવક ધરાવતાં આ મંદિર ઉપર આધિપતિત્વ સ્થાપવા માટે દર ચુંટણી વખતે કોર્ટ, કમિશ્નરમાં દાવાઓથી મંદિર ઉપર સત્તાની સાંઠમારી વચ્ચે હરીભકતો દુઃખી થઈ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!