જૂનાગઢ નજીક આવેલાં વંથલી સીમ ઓઝત વિસ્તારમાં એક ખેતરમાં સ્વિમીંગ પુલમાં ડિસ્ટન્સ જાળવવામાં આવતું ન હોય તેમજ કોવિડ-૧૯નાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરીયાદનાં પગલે ગઈકાલે વંથલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે અને કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વંથલી પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ પી.જે.વાળાએ વંથલીનાં જ પ્રકાશભાઈ વલ્લભભાઈ ટાંક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવેલ છે જેમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી પ્રકાશભાઈ વલ્લભભાઈ ટાંક માનવ જીવનને જાખમકારક રોગનો ચેપ જેનાથી ફેલાવવાનો સંભવ છે તેવી સંપૂર્ણ હકીકત જાણવા અને માહિતગાર હોવા છતાં આરોપીએ પોતાની માલિકીનાં ખેતરનાં સ્વિમીંગ પુલમાં ર૦ થી રપ માણસોને ન્હાવાની પરમીશન આપી બેદરકારી ભર્યું કૃત્ય કરી સરકાર દ્વારા પ્રસિધ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે આ આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews