વિશ્વ દુધ દિવસને સૌ પ્રથમ ર૦૦૧માં એફએઓ દ્વારા નિયુકત કરવામાં આવ્યો હતો. પહેલી જુનનાં રોજ મોટા ભાગનાં દેશો મિલ્ક-ડેની ઉજવણી કરે છે. આ ઉજવણીનો હેતુ એ છે કે આ દિવસે દુધ ઉત્પાદન ઉપર તથા દુધાળા પશુઓની માવજત પ્રશ્ને જાગૃતતા દાખવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તંદુરસ્ત આહારમાં દુધનો સમાવેશ કરવો જરૂરી છે. ખોરાક અને સહાયક આજીવિકા તેમજ સમુદાયોમાં દુધ ઉત્પાદક અને સંરક્ષણ પ્રશ્ને ડેરીની ભૂમિકા વિષે જાગૃતિ લાવવાની તક પુરી પાડે છે. હાલ વિશ્વમાં દુધની ડેરી ક્ષેત્ર દ્વારા એક અબજથી વધુ લોકોને આજીવિકા મળી રહી છે અને છ અબજથી વધુ લોકો દુધનો વપરાશ કરે છે. ભારતમાં દુધ ક્ષેત્રે અમુલ વિશ્વમાં દુધ ઉત્પાદક તરીકે ટોચનું સ્થાન ધરાવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews