છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રના દ્વારકા સહિત નજીકના દરિયા કિનારાના ગામોમાં ભારે પવન સાથે દરિયાના મોજા ઉછળતા લોકોમાં વાવાઝોડાના ભય સાથે કુતૂહલતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ૪ જૂન સુધીમાં સમુદ્રી ચક્રવાત એટલે કે વાવાઝોડું આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે દરિયા કિનારાના ગામોમાં તેની પૂર્વ તૈયારી રૂપે તંત્ર કેટલું સજ્જ છે તે તો આવનારો સમય જ બતાવી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયો ખેડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાની શક્યતાના પગલે ઓખા, સલાયા, જામનગર, વાડીનાર સહિતના બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે અને તંત્ર દ્વારા દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews