ખંભાળિયાના કોરોનાગ્રસ્ત રહેણાંક વિસ્તારને સેનીટાઇઝ્ડ કરાયો

0

ખંભાળિયા શહેરના પોશ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢને શનિવારે કોરોના પોઝીટીવ હોવાનનો રિપોર્ટ સાંપડયો છે. તેના અનુસંધાને રવિવારે ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ વિસ્તારને જંતુ રહિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં કોરોના પોઝીટીવ દર્દી, કે જે હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમના ઘર નજીકના વિસ્તારને જિલ્લા કલેકટર દ્વારા કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રવિવારે નગરપાલિકા સ્ટાફ દ્વારા ખાસ વાહનો મારફતે સોડિયમ હાયપોક્લોરાઈડ કેમિકલની મદદથી સેનીટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સ્ટાફ દ્વારા આ વિસ્તારને દવાના છંટકાવ દ્વારા સેનીટાઇઝ્ડ કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!