ભાજપ અગ્રણી તથા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ-એથીકલ કમિટીનાં મેમ્બર પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે, જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં આ સપ્તાહમાં કોવિડ-૧૯ તથા અન્ય વાયરલ રોગનાં ટેસ્ટ કરવા માટેની લેબોરેટરી તૈયાર થઈ જશે તથા કોરોનાનાં ટેસ્ટ જૂનાગઢમાં થઈ શકશે. આ ટેસ્ટ માટેનું મશીન પીસીઆર તથા તેનાં માટે ઉપયોગી અન્ય મશીનો ગુજરાત સરકારે ઉપલબ્ધ બનાવ્યા છે. લેબોરેટરી તૈયાર થઈ ગઈ છે. આ લેબોરેટરીની ગઈકાલે પ્રદિપભાઈ ખીમાણીએ રૂબરૂ મૂલાકાત લઈ મેડિકલ કોલેજનાં ડીન. એસ.પી.રાઠોડ તથા અન્ય ડોકટરો, અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રદિપભાઈ ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે કોરોનાનાં ટેસ્ટ હાલમાં જૂનાગઢનાં દર્દીઓનાં ભાવનગરમાં કરવામાં આવે છે. તેમાં સમય પણ જાય છે તથા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ થાય છે. ત્યારે પ્રદિપભાઈ ખીમાણી તથા ભાજપાનાં અન્ય આગેવાનોએ આ બાબતે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી(આરોગ્ય મંત્રી) નિતિનભાઈ પટેલને રજૂઆત કરતા ગુજરાત સરકારનાં સવેદનશીલ મુખ્યમંત્રીએ બાબતે તાત્કાલિક સૂચના આપી જૂનાગઢમાં પણ કોરોનાનાં ટેસ્ટ થઈ શકે તે માટે જરૂરી સાધન સામગ્રી, મશીનરી તથા કીટની વ્યવસ્થા કરી આપી છે. તે માટે પ્રદિપભાઈ ખીમાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો આભાર માનેલ છે. પ્રદિપભાઈ ખીમાણીએ એક વાતચીતમાં જણાવ્યું છે કે, જૂનાગઢ હોસ્પિટલમાં હવેથી દરરોજ ૩૦૦ જેટલા ટેસ્ટ થઈ શકશે. એક વ્યક્તિના સેમ્પલને ટેસ્ટ કરતાં છ કલાક જેટલો સમય થશે. હવે જૂનાગઢ, ગીર સોમનાથ તથા નજીકના વિસ્તારના લોકોના કોરોના ટેસ્ટ જૂનાગઢમાં જ શકય બનશે ત્યારે ગુજરાત સરકારના આ કાર્યની સમગ્ર વિસ્તારમાં પ્રસંશા થઈ રહી છે તેમ પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews