જૂનાગઢ શહેરનાં કોટ વિસ્તારમાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ નોંધાયો છે. અત્યાર સુધી આ વિસ્તાર કોરોના મુકમત રહયો હતો પરંતુ અનલોક-૧માં લોકોની અવર-જવર વધતા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ મનપાનાં વોર્ડનં.૮માં નરસિંહ સ્કુલની સામે લંઘાવાડ વિસ્તારમાં આવેલ સ્ટાર મંઝીલમાં રહેતી ૩૧ વર્ષની મહિલાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ગઈકાલે આ મહિલાની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી જયાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. લંઘાવાડાની ૩૧ વર્ષની મહિલાનાં પોઝીટીવ રીપોર્ટને પગલે કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને મહિલાનાં કોન્ટેકટ ટ્રેસીંગ અને ટ્રાવેલ હીસ્ટ્રીની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આજ સાંજ સુધીમાં લંઘાવાડા સહિતનાં વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફરઝોન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે તેવું જાણવા મળેલ છે. આ મહિલાનાં પોઝીટીવ કેસ સાથે જૂનાગઢ શહેર જીલ્લામાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૩૦ થઈ ગઈ છે. જેમાંથી એક વ્યકિતનું અવસાન થયું છે જયારે રપ વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ૪ એકટીવ કેસ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews