માણાવદર શહેરમાં બાગ દરવાજા પાસે રહેતા ડાહ્યાભાઈ ગોગનભાઈ છેલાણા અને તેની પત્ની શીતલબેનને પ્રેમ લગ્ન કરવાનાં બનાવમાં સ્કોર્પિયોમાં ઉઠાવી જઈને યુવતીનાં સગા મામા ભીખુ ઓઘડ ડાભી, વાલા ઓઘડ ડાભી, વિક્રમ ઓઘડ ડાભી, કુટુંબી મામા મુન્ના ડાભી, ભલા ડાભી(રહે.અજાબ) તેમજ જીંજરીનાં કેતન ઘેલાભાઈ ગમારા, વિક્રમ રબારી અને એક અજાણ્યો શખ્સ મળીને ૯ શખ્સોએ માર મારી ખૂનની ધમકી આપ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ ફરિયાદ અનુસાર ડાહ્યાભાઈએ તાલુકાનાં દગડ ગામે શીતલબેન કરશનભાઈ ટોડા સાથે પ્રેમ સંબંધ હોવાથી જૂનાગઢ કોર્ટ ખાતે લગ્ન કર્યા હતા. ત્યારથી બન્ને સાથે રહેતા હતા. આ સંબંધ યુવતીનાં પરિવારજનોને મંજૂર ન હોવાથી ગત તા.રનાં બપોરે દંપતિ ઘરે હતું ત્યારે આંખે પાટા બાંધીને યુવાનને ઢસરડી માથામાં કડું મારીને અને યુવતીને મોઢું બાંધીને બન્નેને સ્કોર્પિયોમાં ઉઠાવી જવામાં આવ્યા હતા. અરણિયા ગામ પાસે યુવતીને ઉતારીને તેના પતિને એક ખેતરમાં લઈ જવામાં આવ્યો હતો. જયાંજ અપહરણકારોએ તેને તું અમે કહીએ એમ સહી કરી દે, અમારી દિકરીને મૂકી દે જે કહીને ધમકાવ્યો હતો અને માર માર્યો હતો. આ બનાવ સામે આવતા જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માણાવદર પો.સ્ટે.નાં પીએઆઈ પી.વી. ધોકડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશ રામભાઈ, વિક્રમભાઈ રાજાભાઈ, કરમણભાઈ ગોગનભાઈ, જીગ્નેશભાઈ ધીરજલાલ સહિતનાં સ્ટાફે આ સ્કોર્પિયો ગાડીની તપાસમાં હતા તે દરમ્યાન સાથેનાં પો.કોન્સ. સુરેશભાઈ રામભાઈને બાતમીરાહે હકિકત મળેલ કે આ કામેની સ્કોર્પિયો કાર કેશોદ ગામનાં વિક્રમ ચાવડા રબારીની હોય અને આ કામે ભોગ બનનાર અત્યારે અજાબ ગામમાં રહેતા સવા ભરવાડનાં ઘરે હોવાની હકિકત મળતા તુરત ઉપરોકત પોલીસ ટીમ સદર જગ્યાએ જતા આ કામેની ભોગ બનનાર મહિલા શીતલબેન મળી આવેલ અને તેની પુછપરછ ચાલુ હતી. દરમ્યાન ફરીથી હકિકત મળેલ કે આ કામે ભોગ બનનાર ડાયા ગોગન રબારીને અજાબ ગામની સીમમાં આવેલ ભીખાભાઈ ભરવાડની વાડીએથી એક બોલેરો ગાડીમાં બેસાડી બીજી કોઈ જગ્યાએ લઈ જાય છે તેવી હકિકત મળતા તુરત આ જગ્યાએ જતા એક બોલેરો કાર સામે આવતી હોય જે પોલીસ જીપ જાઈ જતા ઉભી રહેલ અને તેમાંથી બે ઈસમો ભાગી ગયેલા અને ભોગ બનનાર ગાડીમાં હાજર હોય તેને અપહરણકારોનાં ચુંગાલમાંથી સહિસલામત છોડાવેલ હતો અને આરોપી વિક્રમ ચાવડા રબારીને જૂનાગઢ એલસીબી તથા એસઓજીની ટીમનાં ટેકનીકલ સોર્સ દ્વારા કેશોદ હાઈવે ઉપરથી પકડી લેવામાં આવેલ હતો. અને બાકીનાં આરોપીઓ નાશી ગયેલ હોય જેઓને પકડવા તજવીજ ચાલુ હોય અને અપહરણ નાં ગુન્હામાં વપરાયેલ બોલેરો કાર સ્થળ ઉપરથી કબ્જે કરેલ અને બનાવમાં વપરાયેલ સ્કોર્પિયો કાર મેદરડા તાલુકાનાં દેવગઢ ગામેથી કબ્જે કરેલ હતી. આમ પોલીસની સમય સુચકતાનાં કારણે પોલીસ એ આ દંપતીને અપહરણકારોનાં ચુંગાલમાંથી સહિસલામત છોડાવેલ હતા અને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરેલ હતી. પોલીસે કુલ નવ સામે ગુનો નોંધ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews