જૂનાગઢમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ ઃ અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થયાનાં બનાવો

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો અને બે થી પાંચ મીમી તો કયાંક ૧૦ મીમી જેવો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકા પૈકી કેશોદ, વંથલી અને વિસાવદરમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન નજીક ભારે પવનનાં કારણે એક હો‹ડગ તુટી પડ્યું હતું અને કાર ઉપર પડતાં નુકશાની થઈ હતી જયારે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થયાના બનાવો બનવા પામ્યાં હતાં. ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢ જીલ્લાનાં ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે મીની વાવાઝોડું ફુંકાયું હતું અને ધોધમાર વરસાદ પણ તુટી પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં મોડી રાત્રે ૧૧.૩૦ વાગ્યાનાં અરસામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે જારદાર પવન ફુંકાયો હતો. જેને લીધે જીઆઈડીસીમાં અનેક સ્થળે પતરાં ઉડ્યાં હતાં. થોડી જ વારમાં જારદાર વરસાદ પણ તુટી પડ્યો હતો. આશરે પંદરેક મિનીટ સુધી અડધો ઈંચ પાણી વરસાવીને વરસાદ શાંત પડી ગયો હતો. દરમ્યાન બિલખા રોડ ઉપર ૧૩ર કેવીની લાઈન ઉપર ઝાડની ડાળી તુટી પડતાં ગાંધીગ્રામ સબ ડિવીઝન હેઠળનાં રાયજીનગર, મોતીબાગ, સેટેલાઈટ સબ ડિવીઝન હેઠળનાં ગાંધી ચોક સહિતનાં શહેરનાં ફુલ પ ફીડરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
દરમ્યાન હવામાન વિભાગનાં હવામાન ધીમંત વઘાસીયાનાં જણાવ્યા અનુસાર હજુ પણ બે-ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે જૂનાગઢનું તાપમાન મેકસીમમ ૩૯.૦૪, મીનીમમ ર૩.૦૯, ભેજ ૮૮ ટકા અને પવનની ગતિ પ.૭ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!