માંગરોળમાં નાગરવાડા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા વર્ષોથી એકલવાયું જીવન જીવતા વૃદ્ધની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જો કે એકલતાથી કંટાળીને અંતિમ પગલું ભર્યુ છે કે અકસ્માતે આગ લાગી હતી તેનું કારણ અકબંધ છે. શહેરના કોટનાથ મંદીર પાસે ખડાયતા બોર્ડીંગની નજીક રહેતા રસિકભાઈ ઉર્ફે હકાભાઈ રતિલાલ ખિલોસીયા(ઉ.વ. આશરે ૭૨) લાંબા સમયથી એકલા રહેતા હતા. બે માસથી જેતપુર રહેતા બેનનાં ઘરે હતા. પરંતુ ત્યાં ગમતું ન હોવાથી તેઓને બે દિવસ પહેલા જ અહીં મૂકી ગયા હતા. દરમ્યાન સાંજે જમવાનું ટિફિન આપવા આવેલા ભાઈએ દરવાજો ખખડાવતા રસિકભાઈએ ખોલ્યો ન હતો. અંદર ધુમાડો નજરે પડતા મકાનમાં આગ લાગી હોવાનું ધ્યાને આવતા તેઓએ મૃતકનાં જ્ઞાતિજનોને જાણ કરી હતી. દરમ્યાન આજુબાજુમાં રહેતા લોકોએ આગ બૂઝાવી હતી. જો કે શરીરના ભાગે વધુ દાઝી જતા રસિકભાઈનું મૃત્યુ થયું હતું. મૃતદેહને પી.એમ.માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews