કેશોદમાં કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ

જૂનાગઢ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ હવે ચાર જ રહયા છે. બીજી તરફ હજુ પણ ૩પપ સેમ્પલનો રીપોર્ટ પેન્ડીંગ છે. જયારે કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેલા ૧૬૭ ઘરનાં પ૮૧ લોકોનાં આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જીલ્લામાં કુલ ૩૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જા કે ગુરૂવારની રાત્રે કેશોદમાં વધુ એક કેસ નોંધાયો છે. ૩૧માંથી ર૬ને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે એકનું મોત થયું છે. હાલ માત્ર ૪ પોઝીટીવ કેસ રહયા છે. ર કેસ જૂનાગઢ સીટીનાં છે, ૧ કેસ માળીયા તાલુકાનો અને ૧ કેસ કેશોદનો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!