જૂનાગઢની સરકારી હોસ્પીટલમાંથી દર્દીને રાજકોટ રીફર કરવાની પરંપરાને બદલવા રજુઆત કરાઈ છે. જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીનાં પ્રમુખ નટુભાઈ પોંકીયા, મહામંત્રી વી.ટી. સીડાએ જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનાં ખર્ચે બન્યા બાદ પણ સિવીલ હોસ્પીટલમાં દર્દીઓને સારી અને વિનામુલ્યે સેવા મળતી નથી. સામાન્ય બિમારીમાં પણ મોટાભાગનાં દર્દીને રાજકોટ રીફર કરવામાં આવે છે ત્યારે જા દર્દી પાસે નાણાં હોય તો સિવીલ હોસ્પીટલમાં આવે કોણ ? ગરીબ દર્દીને રાજકોટ રીફર કરવાની પરંપરા બદલવાની જરૂર છે. ખાસ તો હોસ્પીટલમાં પુરતો સ્ટાફ નથી અને જે છે તેના ઉપર ઉપરી અધિકારીનો કોઈ કન્ટ્રોલ નથી. વળી એક્ષ-રે, સોનાગ્રાફી બહાર કરાવવા પડે છે. તેમજ ઓપરેશન માટે સ્ક્રુ, પ્લેટ, દવા વગેરે પણ બહારથી લાવવા લખી આપી યેનકેન પ્રકારે ગરીબ દર્દી પાસેથી નાણાં પડાવાય છે. દર્દીને રાજકોટ રીફર કરાય છે ત્યારે રાજકોટ જેવી સારવાર જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં શા માટે ઉપલબ્ધ નથી કરાવાતી તેવો પ્રશ્ન પણ ઉઠી રહયો છે. જા આ મામલે ૩૦ દિવસમાં ઉકેલ નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે અન્નજળ ત્યાગ કરી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews