ગુજરાત રાજયમાં મોટાપાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો મોકલનાર શખ્સને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો : ૧૦ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર

0

હરીયાણા રાજયમાંથી ગુજરાત રાજયમાં મોટાપાયે ગેરકાયદેસર દારૂ મોકલવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટુકડી દ્વારા આ સમગ્ર ષડયંત્રની તપાસની કામગીરી હાથ ધરી હતી અને આખરે બહાર આવેલી વિગત અંતર્ગત ગુજરાત રાજયમાં મોટાપાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો મોકલનાર અને દિલ્હી-હરીયાણા બોર્ડર ઉપરના નરેલા ખાતેથી એક શખ્સને ઝડપી લઈ તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે અને તા. ૧૦-૬-ર૦ર૦ સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર રાખવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદરસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા સુચના કરતાં ગત તા. ૧૮-૪-ર૦ર૦૦ના રોજ કેશોદ તાલુકાના માણેકવાડા ગામથી આગળ અગતરાય ગામના પાટીયા નજીક શિવશક્તિ નામે ઓળખાતા ભાવેશ છગનભાઈ આહીરના કારખાનામાં બહારના રાજયમાંથી ગેરકાયદેસર રીતે લોકડાઉન સમયમાં કોઈપણ વાહન મારફતે મોટા જથ્થામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ૧ર૯૪ કિંમત રૂ. ૬ર,૧૧,ર૦૦નો જથ્થો ક્રાઈમ બ્રાન્ચમાં દ્વારા પકડી પાડવામાં આવ્યો હોય તે અંગે કેશોદ પોલીસમાં આઈપીસી કલમ ૪૧૮, ૪૧૯, ૪ર૦, ૪૬પ, ૪૬૮, ૪૭૧ તથા ગુજરાત પ્રોહીબીશન એકટ કલમ ૬પ (ઈ), ૯૮ (ર) ૮૧,૮૩ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ દરમ્યાન હરીયાણા રાજયના કેટલાક બુટલેગરો દ્વારા પકડાયેલા દારૂનો મુદ્દામાલ જૂનાગઢના બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાને મોકલવામાં આવલ હોવાની હકીકત બહાર આવતાં ધીરેન અમૃતલાલ કારીયાને તા. ૧૬-પ-ર૦ર૦ના રોજ અટક કરવામાં આવેલ અને તેના રિમાન્ડ મંજુર થતાં આ અંગે બહારના રાજયના સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢી તેની સામે કાયદાકીય કાર્યવાહી અને બહારના રાજયમાંથી ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી થતી અટકાવવા માટે સૂચનાઓ મળતાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહીત તથા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે. ગોહીલ તથા પીએસઆઈ ડી.જી. બડવા વગેરેની ટીમ હરીયાણા રાજયમાં આરોપીની તપાસ માટે મોકલવામાં આવેલ દરમ્યાન દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સ વીપીન ઉર્ફે વીકસ રાજપાલસિંગ ખત્રી (રહે. નરેલાવાળા)ની ફિલ્મી ઢબે તપાસ કરતાં દિલ્હી નરેલા પોલીસ સ્ટેશન નજીક તેના રહેણાંક મકાનેથી મોડી રાત્રીના આ શખ્સને ઝડપી લઈ તા. ૧-૬-ર૦ર૦ના તેનો કોરોના વાયરસ કોવિડ-૧૯ અંગેનો કેસ નેગેટીવ આવતાં આ શખ્સની કેશોદ પોલીસ સ્ટેશનનાં ગુના હેઠળ ધરપકડ કરવામાં આવેલ અને તેની ઉંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરતાં જૂનાગઢ જિલ્લાના અન્ય ગુનાઓમાં પણ તેની સંડોવણી બહાર આવી છે. પકડાયેલા શખ્સે તેના ભાગીદારો સાથે મળીને મોટા પાયે ગુજરાત રાજયમાં દારૂની હેરાફેરી કરતો હોવાનું બહાર આવેલ છે. આ શખ્સને તા. ૧૦-૬-ર૦ર૦ સુધી પોલીસ કસ્ટડીની રિમાન્ડ ઉપર લેવામાં આવલ છે. પકડાયેલા શખ્સ પાસેથી રૂ. ર૦,૦૦૦નો મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ કેશોદ અને વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલા ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હી-હરીયાણા બોર્ડર નરેલા ખાતેથી આ શખ્સને ઝડપી લેવાની કામગીરીમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ જાડાયો હતો અને આ શખ્સ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!