સિંહોની વસ્તી ગણતરી સ્ટોપ કરી દેવા પાછળનો હેતુ શું ? અનેક અટકળો

0

દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે અને છેલ્લી વસ્તી ગણતરી વર્ષ ર૦૧પમાં કરવામાં આવી હતી. પરંતુ હાલ મહામારીનાં આ સમયમાં અને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે માત્રને માત્ર સિંહોનું અવલોકન જ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. વન્યવિભાગ દ્વારા આજ તા.પ જુનનાં બપોરે ર વાગ્યાથી શરૂ થઈ અને ર જુન બપોરનાં ર વાગ્યા સુધી જ આ અવલોકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને માત્રને માત્ર આ કાર્યમાં વનકર્મચારીઓ જ જાડાવાનાં છે ઘરનાં ભુવાને ઘરનાં ડાકલા તેવો ઘાટ ઘડાયો છે. શા માટે એનજીઓને પ્રાણી વિશેષજ્ઞ પર્યાવરણ  સાથે નથી રખાયા. ત્યારે આ બાબત ઉપર અનેક તર્કો થઈ રહ્યાં છે. એક તકે તો એવો પણ સવાલ ઉઠવા પામેલ છે કે વનવિભાગનાં જવાબદાર અધિકારી અને સરકાર દ્વારા સિંહોની વસ્તી ગણતરી અટકાવી દેવા માટે કોરોનાનું જે સંકટનું બહાનું દર્શાવવામાં આવેલ છે તેનાથી શું છુપાવવા માંગે છે. તેવો સવાલ પણ ઉઠાવવામાં આવે છે અને ઉપરછલી વસ્તી ગણતરી એટલે કે અવલોકનથી શું સિંહોની વસ્તી અંગેનું તારણ નિકળી શકે તેવો આજે સવાલ ચર્ચાનાં એરણ ઉપર છે. છેલ્લાં કેટલાય સમયથી ગિરના સાવજ ઉપર ગંભીર પ્રકારનો ખતરો તોળાઈ રહ્યો હોય અને ધારી પૂર્વ વિસ્તારમાં અને ગિર અભ્યારણ્ય સહિતનાં સ્થળો કે જ્યાં સિંહોની વસ્તી દર્શાવવામાં આવી છે તેવા અનેક આશ્રય સ્થાનો ઉપર સિંહોનાં અવારનવાર મૃત્યું થવાનાં બનાવો બનતાં હોય છે.
બીજી તરફ સિંહોને પણ કોરોનાં વાયરસનો ચેપ લાગ્યો હોવાનું ચોંકાવનારૂં તારણ બહાર આવતાં તે અંગેની સાવચેતી અને ઓબ્ઝર્વેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જ્યાં પણ પ્રાણી સંગ્રહાલય છે ત્યાં વધારે તકેદારીનાં પગલાં લેવા છુપા આદેશ આપવામાં આવે છે. ગિરનો સાવજ ગુજરાતનું ગૌરવ માનવવામાં આવે છે ત્યારે છેલ્લી ગણતરી વર્ષ ર૦૧પમાં યોજાઈ હતી. ર૦ર૦નાં ઉનાળા દરમ્યાન સિંહોની વસ્તી ગણતરી કરવાનું આયોજન વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગનો સ્ટાફ, સ્વયંસેવી સંસ્થાઓ, નિષ્ણાંતો તથા પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં આ કાર્યમાં જાડાવાનાં હતાં પરંતુ હાલની સ્થિતિને જાઈ આ કાર્ય શક્ય બને તેમ નથી. બીજી તરફ વનવિભાગનાં સ્ટાફ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી દરમાસની પુનમનાં દિવસે પોતપોતાનાં વિસ્તારમાં સિંહોનું અવલોકન કરી અને નોંધ કરવામાં આવે છે અને તેનો અહેવાલ પણ પ્રસિધ્ધ થતો હોય છે. હાલ સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ ઝોનની વધારા ઘટાડા વિસ્તારને લઈ ઘણી અસમજની સ્થિતિ જાવા મળી રહી છે.
પરંતુ હવે સાવજાની વસવાટ કરવા માટેની જગ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. વર્ષ ર૦૧૮માં ૩૦ સિંહોનાં મૃત્યુંનાં બનાવો બન્યાં છે પરંતુ તેની સામે કોઈ યોગ્ય કારણ વનવિભાગ દર્શાવી શક્યું નથી. તે પણ એક કોયડાનો વિષય છે અને જયારે પણ ઉચ્ચ વન અધિકારીઓનાં કોન્ટેક કરવામાં આવે છે ત્યારે જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉઠાવતાં નથી અથવા તો કોઈ યોગ્ય ખુલાસાઓ કરવામાં આવતાં ન હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. સિંહોનાં મૃત્યુનાં બનાવામાં નોન ડિસ્ટેમ્પર વાયરસને કારણરૂપ ગણાવવામાં આવ્યું છે. પરંતુ બીજી તરફ ચોંકાવનારૂં તારણ એવું પણ છે કે અનેકવિધ વાયરસથી હાલ સાવજા પિડાઈ રહ્યાં છે. સિંહોમાં શિકાર કરવાની ક્ષમતા ગુમાવી રહ્યાં છે. ત્યારે સાવજાનું યોગ્ય આરોગ્ય પરિક્ષણ કરવાની માંગણી પણ પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!