જૂનાગઢ વન વિભાગ દ્વારા આજે સિંહ અવલોકન કરશે પરંતુ રેગ્યુલર વસ્તી ગણતરી રદ કરાઈ છે

જૂનાગઢ વનવિભાગ દ્વારા તારીખ ૫/૬/૨૦૨૦ ના રોજ પૂનમના દિવસે સિંહ અવલોકનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સત્તાવાર રીતે યોજાતી સિંહોની વસ્તી ગણતરી શક્ય બનેલ ન હોય તારીખ ૫/૬/૨૦૨૦ ના રોજ પુનમના દિવસે દર વર્ષની જેમ વન વિભાગ દ્વારા સિંહાવલોકનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૫/૬/૨૦૨૦ ના રોજ બપોરે
૨ કલાક થી શરૂ થનાર તારીખ ૬/૬/૨૦૨૦ ના બપોરના બે વાગ્યા સુધી અવલોકન કરવામાં આવશે.જે વનવિભાગને તેના વ્યવસ્થાપનમાં મદદ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વનવિભાગના સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દર માસની પૂનમના દિવસે બપોરના બે કલાકથી બીજા દિવસે બપોરના બે કલાક દરમ્યાન સિંહોનું અવલોકન કરી તેની નોંધ નોંધવામાં આવે છે.આ રીતનું પૂર્વાઅવલોકન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે કોવિડ-૧૯ ની મહામારીને ધ્યાને લઈને પરંપરાગત રીતે યોજાતી સિંહ વસ્તી ગણતરી પણ કેન્સલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!