કોરોના વાયરસની મહામારીના પગલે સર્જાયેલી અનિશ્ચિત સ્થિતિને ધ્યાનમાં લેતાં દેશના લોકોએ રોકડ રૂપિયાનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે અને તેઓ દ્વારા જમા થયેલી રકમ અત્યાર સુધીની સૌથી મોટી રકમ હોવાનું પણ જાણવા મળ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા સાપ્તાહિક પુરક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ૨૨મેના રોજ પૂરા થયેલા સપ્તાહ સુધીમાં લોકોની પાસે રૂ.૨૫ લાખ કરોડની રોકડ રકમ ઘરોમાં જમા થઇ ગઇ છે. યાદ રહે કે જ્યારે દેશવ્યાપી લોકડાઉન શરૂ થવાનું હતું તે ૩૧ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ બાદ પણ લોકો પાસે રૂ.૨૩.૫ લાખ કરોડની રોકડ રકમ જમા હોવાનું જાણવા મળ્યું હતું અને જેમ જેમ સપ્તાહ વિતતા જાય છે તેમ તેમ પ્રજા પાસે રોકડ રકમમાં વધારો થતો જાવા મળે છે. ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી નોટબંધી બાદ ડીજીટલ પેમેન્ટમાં પણ ધરખમ વધારો નોંધાયો હતો, તેમ છતાં રોકડ વ્યવહારમાં સતત વધારો નોંધાતો આવ્યો છે અને તે પણ ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યો છે. યાદ રહે કે ૧૮ ઓક્ટોબર,૨૦૧૬ના રોજ પૂરા થયેલા સપ્તાહ બાદ દેશની પ્રજા પાસે રૂ.૧૮ લાખ કરોડની રોકડ રકમ જમાં હોવાનું આરબીઆઇને જાવા મળ્યું હતું અને હવે ફક્ત ૩.૫ વર્ષના ટૂંકા સમયગાળામાં આ રકમમાં ૮ લાખ કરોડનો વધારો નોંધાયો છે. કોરોના વાયરસની મહામારી અને તેના પગલે લદાયેલા દેશવ્યાપી લોકડાઉને લોકો પાસે રોકડ રકમ જમાં કરવામાં મહ¥વની ભૂમિકા ભજવી છે. ભારતના લોકો માટે લોકડાઉન એ તદ્દન નવું હતું તેથી હવે શું થશે એવા ભયથી ફફડી ઊઠેલા લોકોએ ગભરાટમાં અનાજ કરિયાણાની અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તોની મોટાપાયે ખરીદી શરૂ કરી દીધી હતી. હવે તો લોકડાઉન ઉઠઆવી લેવામાં આવ્યું છે અને મોટાભાગની આર્થિક ઔદ્યોગિક અર્થ વેપારી પ્રવૃત્તિઓ પણ શરૂ થઇ ગઇ છે તેમ છતાં બજારમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિત સ્થિતિને જાતાં ગ્રાહકનો વિશ્વાસ હચમચી ગયો છે. ઘટી ગયેલો વિશ્વાસ, નાણાંકીય તંગી અને કોરોના વાયરસના વધી રહેલા કેસ જેવા પરિબળોના કારણે લોકોમાં રોકડ રકમ જમાં કરવાનું વલણ વધી ગયું હોય તેમ જણાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews