રાજયસભાની ચૂંટણી પછી મંત્રીમંડળમાં જબ્બર ફેરફારના એંધાણ

0

ગુજરાત રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ફેરફારની શકયતાઓ જાવાઈ રહી છે તેને લઈને ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સુત્રોએ આપેલી માહિતી મુજબ ૨૦થી ૨૫ જૂન સુધીમાં ચોંકાવનારી જાહેરાતો થવાની શકયતા છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન અને મંત્રમંડળમાં હવે ગમે તે ઘડીએ ફેરફારની શકયતા વર્તાઈ છે. આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા જાન્યુઆરીમાં પૂર્ણ કરવાની હતી પરંતુ દિલ્હી સહિતની ચૂંટણીમાં ઉપરી નેતાગીરીના કારણે ફેરબદલની પ્રક્રિયાને બ્રેક મારવામાં આવી હતી.ત્યારબાદ કોરોનાના કહેરના કારણે આવેલ લોકડાઉનના કારણે સંગઠનમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી નહીં હવે ધીમે ધીમે ગાડી પાટે ચડી રહી છે ત્યારે આ જુલાઈ સુધીમાં નવા પ્રમુખ સહિતની જાહેરાત કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપમાં જળમુળથી જબ્બર ફેરફાર આવતા હોવાનું પાર્ટીમાં ગણગણાટ શરૂ થયો છે. જેમાં પ્રદેશ – પ્રમુખ, મહામંત્રી ઉપરાંત શહેરોના પ્રમુખોની બદલી કરવામાં આવશે. નવા નામોનું લિસ્ટ પણ તૈયાર જ હોવાથી ગમે તે ઘડીએ જાહેરાત સંભવ છે. લાંબા સમયથી સંગઠન માળખાની જાહેરાત પાછળ ધકેલાઈ હતી ત્યારબાદ કોરોના કહેરના કારણે જાહેરાત અટકી પડી હતી. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, ગાંધીનગર સહિતના શહેરોમાં નવા પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવશે.
નવા પ્રદેશ પ્રમુખની રેસમાં ચર્ચાતા નામો?
આવનાર દિવસોમાં પ્રદેશ પ્રમુખનો નવો ચહેરો સામે આવી શકે છે અને નવા પ્રમુખ પર મહોર લાગી શકે છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ તરીકે શંકર ચૌધરી, ગોરધન ઝડફિયા, રજની પટેલ અને ભાર્ગવ ભટ્ટના નામ ચર્ચામાં આવી રહ્યાની ચર્ચાઓ ચાલી રહી છે.
કેબિનેટમાં ફેરફાર વાઘાણીના સમાવેશની શક્યતા?
જો પ્રમુખ બદલાશે તો કેબિનેટમાં પણ ફેરફાર થશે, જીતુ વાઘાણીને કેબીનેટમાં સ્થાન મળી શકે છે, હવે જીતુ વાઘાણીને બીજી ટર્મમાં તક અપાશે કે તેમને કેબિનેટમાં સ્થાન નળશે ? ત્યારે સુત્રોએ આપેલી માહિતી મુજબ મંત્રીમંડળમાં ફેરફાર કરાશે અને વાઘાણીને કેબીનેટમાં સમાવેશ કરાશે?
બોર્ડ નિગમમાં પણ નિયુક્તિ કરાશે
રાજ્યમાં ઘણા સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો હતો. જેના કારણે મુળ કાર્યકર્તાઓ નારાજ હતા અને જૂથવાદના પણ ચરમ સીમાએ છે. જેના કારણે બોર્ડ નિગમમાં નિયુક્તિ બાકી હતી. હવે રાજસભામાં ચૂંટણી સમયે ફરીયાદ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. તેઓને બોર્ડ નિગમમાં સમાવાનો ‘પ્રોમીશ’ કરવામાં આવ્યું હોવાથી બોર્ડ નિગમમાં પણ નિયુક્તિ કરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!