હોટલ-રેસ્ટોરન્ટ-ઉદ્યોગો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની સાથે રાત્રીના ખુલ્લી રાખવા સમય વધારવા માંગણી

હોટલ ઉદ્યોગ માટે સરકાર દ્વારા ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તથા તા.૮ જુનથી હોટલ-રેસ્ટોરન્ટને ખુલવાની છુટ આપવામાં આવેલ જેમાં રાત્રીના સમય વધારવાની માંગ સાથેની લેખીત રજુઆત વેરાવળ-પાટણ હોટલ એસોસીએશનના હોદેદારોએ ગીર સોમનાથ જીલ્લા કલેકટરને કરી છે. વેરાવળ-પાટણ હોટલ એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ ગદા, ઉપપ્રમુખ મીલનભાઇ જોષી, ભરત ચોલેરા, શૈલેષ ગૌસ્વામી સહિતનાએ કરેલ લેખીત રજૂઆતમાં જણાવેલ કે, હોટલ-રેસ્ટોલરન્ટ ઉદ્યોગ બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાઓ આવેલ છે. જે લોકડાઉનના બે માસના સમયગાળામાં સંપૂર્ણ પણે બંધ રહેલ હતા. આ ઉદ્યોગ થકી લાખો પરીવારો રોજીરોટી મેળવી રહયા છે. આ ઉદ્યોગની હોટલો-રેસ્ટોટરન્ટો ૮૦ ટકા એટલે કે અબજો રૂપીયાની લોન ચાલુ છે. આ ઉદ્યોગ માટે સરકાર દ્વારા ખાસ રાહત પેકેજ આપવામાં આવે અને ઓછા વ્યાજની લોન નહીં પણ ખાસ રાહત એટલે કે લોન રાઇટઓફ જેવું જ કંઇક, બાકી આ ઉદ્યોગ બે મહિનાથી સંપૂર્ણ બંધ છે અને હજુ પણ આ ઉદ્યોગ નિયમિત થતા એકાદ વર્ષ નીકળી જાય તેવી સંભાવના છે. ત્યારે આવા સંજોગોમાં રાહત પેકેજ સાથે તા.રપ-૩-ર૦ર૦ થી કમ સે કમ છ માસ સુધી કોઇપણ પ્રકારે ઇલેકટ્રીક બીલ ના લેવા જોઇએ અને હોટલ, રેસ્ટોરન્ટના વેપાર સાથે સંકળાયેલ લોકો ફકત એક જ ધંધા ઉપર નિર્ભર હોય છે. આવા સંજોગોમાં લોન મોટાભાગની એન.પી.એ. જ થવાની છે તે હકીકત છે. આ ઉપરાંત આજથી હોટલ, રેસ્ટોરન્ટ વિગેરે ખુલવાની છુટ આપવામાં આવેલ છે તેમાં હોટલ-રેસ્ટોરન્ટને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવી જરૂરી છે. કારણ કે હાલ ટુરીસ્ટ સંપૂર્ણ પણે આવતા ન હોય અને બપોરના સમયે રેસ્ટોરન્ટની અંદર સ્થાનીક લોકો જમવા આવવાના નથી. ત્યારે સ્થાનીકો રાત્રીના સમયે જ હોટલ, રેસ્ટોરન્ટમાં જમવા આવતા હોય છે તેથી રાત્રીના ૮ની જગ્યાએ ૧૧ વાગ્યા સુધીનો સમય કરવો જરૂરી હોવાનું અંતમાં જણાવી ઉપરોકત રજુઆતો અંગે યોગ્ય કરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!