તાજેતરમાં માણાવદરમાં નવનિયુક્ત પીએસઆઈએ ચાર્જ લઈ કડક હાથે પ્રજાકીય કામગીરી કરી લોકચાહના પ્રાપ્ત કરેલ છે ત્યારે આ અધિકારી રાજકારણનો ભોગ ન બને તે માટે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
માણાવદરમાં પોલીસ અધિકારી પી.વી. ધોકડીયાએ ચાર્જ લઈ લોકોને સ્પર્શતા પ્રશ્નો હલ કરવા સાથે ટ્રાફિક સમસ્યા, આવારા તત્વોને કાબુમાં લેવા સહિતના પગલાં ભરેલ છે અને માણાવદર શહેરની પ્રજા હાશકારો અનુભવી રહી છે ત્યારે આ પોલીસ અધિકારી રાજકારણનો ભોગ ન બને અને તેને પ્રજાની સુખાકારી અર્થે તેમને માણાવદરમાં જ રાખવામાં આવે તેવી રજૂઆત માણાવદરના ગ્રેઈન સુગર એન્ડ કિરાણા મરચન્ટ એસોસીએશને જૂનાગઢ રેન્જ આઈજી, ડીવાયએસપી કેશોદ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને રજૂઆત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews