જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈનસ્પેકટર આર.સી.કાનમીયા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.જી.બડવા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.કે.ચાવડાને અગાઉની ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ હતી કે માણાવદર તાલુકાનાં દેશીંગા ગામનો સવદાસ પરબતભાઈ કંડોરીયા મરમઠ ગામની સીમમાં પોતાના કબ્જા ભોગવટાની થાનકવાવાળી સીમમાં વાડીનાં મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતીનો જુગાર રમી રમાડતાં પોલીસે રેઈડ કરતાં સવદાસ પરબતભાઈ કંડોરીયા (આહીર), રાણાભાઈ નાતાભાલ કટારા (રબારી), દેવશીભાઈ હમીરભાઈ બંધીયા (આહીર), રામદેભાઈ આલાભાઈ બેરીયા (આહીર), મીખુ હમીરભાઈ ભેટારીયા (આહીર)ને જુગાર રમતાં ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂ.૧,૦પ,૯૮૦નો મુદ્દામાલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews