શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનાં જૂનાગઢ શ્રી રાધારમણદેવ દેશના અને જૂનાગઢ તાબાનાં સૌ સંત, હરિભકતોને ખાસ જણાવવાનું કે વૈશ્વિક કોરોના મહામારીના સંકટનાં સમયમાં સર્વ મંદિરોમાં ભગવાનનાં દિવ્ય સ્વરૂપનાં ઘણા સમયથી ઓનલાઈન અને સોશ્યલ મીડીયા દ્વારા દર્શન કરીને સુખ-શાંતિ મેળવી રહયા છે અને તેમાં જ ભગવાનનો રાજીપો મેળવેલ છે. પરંતુ આજ તા. ૮-૬-ર૦ને સોમવારથી દર્શન ખોલવા બાબતે શરતોને આધીન સરકાર તરફથી છુટ અને અનુમતિ મળી છે ત્યારે ગુજરાતનાં તમામ સ્વામી મંદિરો હરીમંદિરો અને શિખરબંધ મંદિરોમાં પ.પૂ.ધ.ધુ. આચાર્ય મહારાજ તથા જૂનાગઢ ટેમ્પલ બોર્ડ તથા વડીલો સંતો-હરિભકતો અને નિષ્ણાંત વ્યકિતઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ આગામી તા. ૧૭-૬-ર૦નાં રોજ સુધી મંદિરોમાં હરીભકતોને દર્શન કરવા આવવાની રજા આપવામાં આવતી નથી. તેમજ જયાં સુધી બીજા નિર્ણય ન લેવાય ત્યાં સુધી અત્યાર સુધી ઓનલાઈન અને સોશ્યલ મીડીયા દ્વારા દર્શન કર્યા અને સંયમ જાળવ્યો છે તેવી જ રીતે સંયમ રાખવા અનુરોધ કરવામાં આવેલ છે વધુમાં જયારે પણ દર્શન ખુલ્લા મુકવામાં આવે ત્યારે અને તે પછી પણ સરકારનાં આદેશ-નિર્દેશ અને શરતોનું પાલન કરવાનું રહેશે તે બાબત પણ સર્વે હરીભકતોને ખાસ ધ્યાન રાખવા શ્રી સ્વામીનારાયણ મંદિર જૂનાગઢનાં મુખ્ય કોઠારીશ્રી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews