જૂનાગઢ શહેરમાં અડધો ઈંચ વરસાદ

0

સમગ્ર સોરઠમાં ગઈકાલે મેઘરાજાએ વરસાદનાં શ્રીગણેશ કર્યા હતાં. જૂનાગઢ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સામાન્ય રીતે ૧પ જુન પછી વરસાદ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે નિસર્ગ વાવાઝોડાનાં પગલે વહેલી ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. બે દિવસથી હળવા વરસાદી ઝાપટા પડી રહયા છે. સાથે તીવ્ર ગતિથી પવન પણ ફુંકાય રહયો છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને ભારે ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટું પડી ગયું હતું. બાદમાં સાંજનાં સમયે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી અને અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો. જયારે વંથલી તાલુકામાં સાંજનાં સમયે મેઘરાજાએ મંડાણ કર્યા હતાં. વંથલી પંથકમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે કેશોદમાં પણ અડધો ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ર મીમી વરસાદ નોંધાયો હતો. દરમ્યાન જૂનાગઢ શહેરનાં મધુરમ વિસ્તારમાં સાંજનાં સાત વાગ્યા પછી જારદાર વરસાદી ઝાપટું પડયું હતું. જયારે ખેતરોમાં પડેલા ઉનાળુ પાકને નુકશાન પણ થયું હોવાનું જાણવા મળી રહયું છે. હજુ વરસાદ થવાની સંભાવના વ્યકત થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!